નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન સમ્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રણવ મુખર્જીની સાથે નાના જી દેશમુખ અને ભૂપેન હજારિકાને પણ મરણોપરાંત ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રણવ મુખર્જી ભારતના 13માં રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. તેઓ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પણ રહ્યા છે. પ્રણવ મુખર્જીએ 25 જુલાઈ 2012ના ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. પ્રણવ મુખર્જીને વર્ષ 2008 દરમિયાન સાર્વજનિક મામલાઓમાં તેમના યોગદાન બદલ ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ પણ આપવામાં આવ્યો છે.
2/3
નાનાજી દેશમુખ ભારતના એક સામાજિક કાર્યકર્તા હતા. નાનાજી દેશમુખે પોતાનું જીવન સમાજસેવામાં સમર્પિત કર્યું હતું. ગ્રામીણ વિકાસમાં તેમના યોગદાનને આજે પણ યાદ કરાય છે. તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય અને ગ્રામ્ય આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં કામ કર્યું છે. ભારત રત્ન પહેલા તેમને પદ્મ વિભૂષણથી સમ્માનીત કરવામાં આવ્યા હતા.
3/3
ભૂપેન હજારિકા, અસમના ગીતકાર, સંગીતકાર, ગાયક, કિવ અને ફિલ્મ નિર્માતા હતા. તેમણે રાષ્ટ્રીય સ્તર પર આસામ અને પૂર્વોત્તર ભારતના સંસ્કૃતિ અને લોક સંગીતને હિંદી સિનેમાના માધ્યમથી રજૂ કર્યું હતું. હજારિકાને 1975માં સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશન માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્તાક, સંગીત નાયક અકાદમી પુરસ્કાર 1987 પદ્મશ્રી 1977 અને પદ્મભૂષણ 2001માં મળ્યો હતો.