કુલ 12,40,168 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 8,04,935 વિદ્યાર્થી નાપાસ થયા. 20 વર્ષ બાદ આટલું ખરાબ પરિણામ આવ્યું છે. અગાઉ 1997માં માત્ર 14 ટકા પરિણામ આવ્યું હતું. તે વખતે કોર્ટની દેખરેખ હેઠળ પરીક્ષા લેવાઇ હતી. ગયા વર્ષે બિહાર બોર્ડની પરીક્ષામાં ચોરી ગેરરીતિઓનો ખુલાસો થયા બાદ વખતે પરીક્ષામાં ખૂબ કડકાઇ દાખવવામાં આવી હતી. બોર્ડ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ કુલ 4,35,935 વિદ્યાર્થી પાસ થયા છે.
2/3
એવું મનાય છે કે ગત વર્ષની જેમ ચોરી કરવા ના મળતા આટલું નબળું રિઝલ્ટ આવ્યું છે. સ્કૂલ પરીક્ષા સમિતિએ મંગળવારે ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું, જેમાં કુલ 65 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
3/3
પટણાઃ આ વર્ષે બિહારમાં 12માં ધોરણનું પરિણામ નિરાશાજનક રહ્યું છે. આ વર્ષે સાઈન્સ, આર્ટ્સ અને કોમર્સ સ્ટ્રીમમાં પરીક્ષામાં સામેલ કુલ 12,40,168 વિદ્યાર્થીઓમાંથી માત્ર 35 ટકા જ પાસ થયા છે, એટલે કે 4,37,115 વિદ્યાર્થીઓ પાસ થયા બાકીના નાપાસ થયા છે. 4,37,115માંથી માત્ર 8.34 ટકા એટલે કે 1,03,460 વિદ્યાર્થી ફર્સ્ટ ડિવીઝનમાં પાસ થયા છે.