શોધખોળ કરો
દિવ્યાંગે નારો લગાવ્યો 'અખિલેશ યાદવને આપીશ વૉટ' તો BJP નેતાએ મોંમા ડંડો ઘૂસાડી દીધો
1/5

2/5

સુત્રોનું કહેવુ છે કે તે મોહમ્મદ મિયાંએ અમરોહાની ઝુઝારી નગર પંચાયત પરથી પ્રમુખ પદ માટે બીજેપીની ટિકીટ સાથે ચૂંટણી લડી હતી.
3/5

વળી, પોલીસનું કહેવું છે કે દિવ્યાંગ દારુના નશામાં સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ નરેન્દ્ર મોદીને ગાળો આપી રહ્યો હતો. બીજીબાજુ અમરોહા અને સંભલે બીજેપીના જિલ્લાધ્યક્ષ મોહમ્મદ મિયા નામના કોઇ વ્યક્તિને પાર્ટીનો નેતા માનવાનો ઇનકાર કરી દીધો હતો.
4/5

મામલો સંભલના એસડીએમ ઓફિસની સામેનો છે. અહીં અમરોહાના બીજેપી નેતા મોહમ્મદ મિયાંએ રસ્તાં પર ઉભા રહેલા એક દિવ્યાંગના મોંમા ડંડો ઘૂસાડી દીધો. એક વાર નહીં બે-ત્રણવાર બીજેપી નેતાએ તેના મોંમા ડંડો ઘૂસાડ્યો હતો, તેમ છતાં દિવ્યાંગ ડર્યો નહીં અને નારા લગાવતો રહ્યો કે અખિલેશ યાદવને મત આપીશ. ત્યારબાદ પોલીસે તેને પકડીને પોલીસ સ્ટેશનને હવાલે કરી દીધો હતો.
5/5

લખનઉઃ ઉત્તરપ્રદેશના સંભલમાં બીજેપી નેતાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં અમરોહાના બીજેપી નેતા એક દિવ્યાંગના મોંમા ડંડો ઘૂસાડતા દેખાઇ રહ્યાં છે. આરોપ છે કે દિવ્યાંગ અખિલેશ યાદવને મત આપવાનો નારો લગાવી રહ્યો હતો. આનાથી બીજેપી નેતા ગુસ્સે ભરાઇ ગયા. જોકે, પોલીસ પણ દિવ્યાંગને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. બીજેપી નેતાનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
Published at : 25 Dec 2018 03:22 PM (IST)
View More





















