નવી દિલ્હીઃ કાર્યકારી નાણામંત્રી પીયૂષ ગોયલે વચગાળાના બજેટ 2019માં ગાયો માટે મોટી જાહેરાત કરી છે. મોદી સરકાર ગાયો માટે કામધેનુ યોજના શરૂ કરશે. નાણામંત્રીએ બજેટમાં ગાયો માટે મોટી જાહેરાત કરી છે.
2/2
પીયૂષ ગોયલે બજેટમાં કહ્યું, સરકાર કામધેનુ યોજના શરૂ કરશે. કૌમાતના સન્માન અને ગૌમાતા માટે આ સરકાર ક્યારેય પાછળ નહીં હટે. જે જરૂરી હશે એ કામ કરશે. તેની સાથે જ તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય કામધેનુ આયોગ બનાવવામાં આવશે. રાષ્ટ્રીય ગોકુળ આયોગ બનાવવામાં આવશે અને કામધેનુ યોજના પર 750 કરોડ રૂપિયા ખર્ચ થશે.