બસમાં કુલ 55 યાત્રીઓ સવાર હતા, ઘાયલોને જગિત્યાલની સરકારી હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. બસ શાનિવારપેટ ગામના નજીકના ઘાટ રોડ પરથી લપસી ગઇ અને ખીણમાં ખાબકી હતી. રાહત અને બચાવ કાર્યનું નિરીક્ષણ કરનાર જિલ્લા કલેક્ટર એ.શરતે જણાવ્યું કે, દૂર્ઘટના સવારે 11.45 અને બપોરની વચ્ચે બની હતી.
4/6
રાજ્યામાં સીએમ તરફથી મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. દૂર્ઘટના બાદ સ્થાનિક સાંસદ, મંત્રી, ધારાસભ્ય બધા ઘટના સ્થળે દોડી આવ્યા છે.
5/6
સ્થાનિક પોલીસ અનુસાર, તેલંગાણા રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ટીએસઆરટીસી)ની બસ કોંડાગટ્ટુ પર્વત પર સ્થિત હનુમાન મંદિરથી પરત ફરી રહી હતી ત્યારે કોંડાગટ્ટુ ઘાટ રોડ પર દૂર્ઘટનાનો શિકાર થઇ ગઇ હતી.
6/6
હૈદરાબાદઃ તેલંગાણાના જગિત્યાલ જિલ્લામાં મંગળવારે એક મોટી દૂર્ઘટના ઘટી, અહીં એક બસ ખીણમાં ખાબકી, જેમાં લગભગ 45 લોકોના મોત થઇ ગયા. સાથે અનેક મુસાફરો ઘાયલની સ્થિતિમાં છે.