કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સીબીઆઈ અને પોલીસ સામ-સામે આવી ગયા હતા. આજે શારદા ચિટફંડ કેસમાં પોલીસ કમિશનર રાજીવ કુમારની પુછપરછ કરવા પહોંચેલી સીબીઆઈની ટીમની પોલીસે ધરપકડ કર્યા બાદ છોડી મુક્યા હતા. આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘરણા પર બેસી ગયા છે. મમતાએ પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર બદલાની ભાવનાનો આરોપ લગાવ્યો છે.
2/3
આ મામલે સીએમ મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, મોદીના બંગાળ પ્રવાસ બાદ જ સીબીઆઈ હરકતમાં આવી ગયું છે. દેશમાં હાલ કટોકટી કરતા પણ વધારે ખરાબ માહોલ છે.
3/3
મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે સીબીઆઈ પીએમ મોદીના ઈશારા પર કામ કરી રહ્યું છે. તેઓ એમ જ કરે છે જે મોદી કહે છે. મે ખૂબ જ અપમાન સહન કર્યું છે. સીબીઆઈ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઈશારે કામ કરી રહી છે. મમતાએ કહ્યું કે, કોલકાતા પોલીસ કમિશનર દુનિયાના સૌથી સારા લોકોમાંના એક છે.