રાયપુર: છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે પોતાના મંત્રીઓ વચ્ચે ખાતાઓની ફાળવણી કરી દિધી છે. ટીએસ સિંહદેવને સ્વાસ્થ મંત્રાલયની સાતે પંચાયત,યોજના આર્થિક અને વાણિજ્ય વિભાગ આપવામાં આવ્યો છે. તામ્રધ્વજ સાહૂને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમજ પર્યટન અને સાસ્કૃતિક વિભાગ પણ તેમની પાસે રહેશે. કવાસી લખ્મા જેઓ ક્યારેય સ્કૂલ નથી ગયા, તેમને વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ આપવામાં આવ્યો છે.
2/3
સહકારિતા વિભાગે અલ્પકાલીન કૃષિ કર્જ માફી યોજના 2018 પહેલા જ લાગૂ કરી દિધી છે. યોજના મુજબ સહકારી બેંકો અને છત્તીસગઢ રાજ્ય ગ્રામીણ બેંકોના કુલ 16 લાખ 65 હજાર ખેડૂતોના 6 હજાર 230 કરોડ માફ કરવામાં આવશે.
3/3
મુખ્યમંત્રી ભૂપેશ બધેલે શપથ ગ્રહણના દસ દિવસમાં ખેડૂતોના દેવા માફીનો વાયદો પૂર્ણ કર્યો છે. બધેલે જણાવ્યું કે આજે રાજ્યની 1276 સહકારી સમિતિઓના ત્રણ લાખ 57 હજાર ખેડૂતોના ખાતામાં એક જ દિવસમાં 1248 કરોડ રૂપિયા ઓનલાઈન નાખી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેશ બધેલે કહ્યું, રાજ્ય સરકાર વાયદાઓ અને સારા ઈરાદા સાથે પોતાના વાયદા પૂર્ણ કરી રહી છે.