સેનાના અધિકારી અનુસાર ચાર કલાક સુધી તેઓ સરહદ પર ઊભા રહ્યા હતા જો કે 100 જેટલા ભારતીય જવાનોએ માનવ સાંકળ બનાવી તેમને ત્યાંજ રોકી દીધા હતા. તેઓની કોઈ પણ ગતિવિધિઓ પર રોક લગાવી દીધી હતી. બેનર ડ્રિલ બાદ સ્થિતિને નિયંત્રણ કરવામાં આવી અને ભારતીય જવાનોએ ચીની સૈનિકોને પાછા જવા મજૂર કર્યા હતા. બન્ને તરફથી કોઈ ગોળીબાર થયો નથી.
2/4
જણાવી દઈએ કે, ચીન અને ભારત વચ્ચે 3488 કિલોમીટરની લાંબી સરહદમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે આ પ્રકારે ઝઘડો પહેલીવાર નથી થયો. બન્ને દેશો વચ્ચે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરની સરહદી વિસ્તારમા ઘણીવાર વિવાદ થતો રહ્યો છે.
3/4
સિક્કિમ: ડોકલામ વિવાદના એક વર્ષ બાદ ચીની સૈનિક ફરી ભારતીય સરહદ સિક્કમાં બે કિલોમીટર સુધી અંદર ઘૂસી આવ્યા હતા જેને ભારતીય સેનાએ માનવ સાકળ બનાવી રોક્યા હતા.
4/4
સુરક્ષા સૂત્રના અનુસાર તમામ ચીની સૈનિકો બાદમાં તેના સેન્ટર પર મોકલી દીધા છે. આરોપ છે કે, પીપુલ્સ લિબરેશન આર્મીના જવાનોએ સિક્કિમના પશ્ચિમી જિલ્લાના નાકૂ સ્થિત કથિત રીતે ઘૂસણઘોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ઈન્ટેલિજન્સ બ્યૂરોના એક અધિકારીએ જણાવ્યું કે, લગભગ 50 ચીની સૌનિક ભારતીય સરહદ વિસ્તારનું ઉલ્લંઘન કરી નાકૂમાં ઘૂસી આવ્યા હતા.