કર્ણાટકના મુખ્યનમંત્રી એચડી કુમારસ્વામીએ શનિવારે સામાન્ય માણસની જેમ ખેડૂતો સાથે ખેતરમાં ડાંગરની રોપણી કરી હતી. ખેડૂતો સાથે પારંપારિક પોશાકમાં ડાંગરની રોપણી કરતા કુમારસ્વામી એક દિવસ માટે ખેડૂત બન્યા હતા.
2/4
આ વર્ષે સારો વરસાદ પડ્યો હતો. કુમારસ્વામીએ કહ્યું કે હું ડાંગરની રોપણીમાં ખેડૂતોને સાથ આપીને તેમને પ્રોત્સાહન આપવામાં માગું છું.
3/4
મીડિયા રિપોર્ટ પ્રમાણે કુમારસ્વામીએ પોતાની મૈસૂર યાત્રા દરમિયાન મીડિયાને કહ્યું હતું કે, મેં ખેડૂતોને વચન આપ્યું હતું કે તે ડાંગરની રોપણી કરવામાં ભાગ લેશે. મંડ્યાના ખેડૂતોએ ઓછા વરસાદના કરાણે દુકાળના પડતા છેલ્લા ત્રણ વર્ષમાં ડાંગરની રોપણી કરી નહતી.
4/4
મંડ્યા જિલ્લાના સીથાપુરા ગામમાં પારંપારિક ધોતી પહેરીને ખેતરમાં અન્ય ખેડૂતો સાથે ડાંગરની રોપણી કરી હતી. કુમારસ્વામી દ્વારા ડાંગરની રોપણી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ ખેડૂતોને પ્રોત્સાહન કરવાનો હતો જે દુકાળના કારણે નિરાશ થઈ ગયા હતા.