શોધખોળ કરો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મજાક કરવી AIBને પડી ભારે, તન્મય ભટ્ટ વિરૂદ્ધ FIR દાખલ
1/4

AIB દ્વારા હાલમાં જ ટ્વિટર પર એક પોસ્ટ કરાઈ હતી, જેમાં પીએમ મોદી જેવા જ દેખાતા એક શખ્સનો ફોટો પોસ્ટ કર્યો હતો. રેલવે સ્ટેશન પર ઊભેલાં આ શખ્સ મોબાઈલમાં કંઈક ચેક કરી રહ્યાં છે તેવો ફોટો પોસ્ટ કરી વન્ડરલસ્ટનું કેપ્શન લખ્યું હતું. AIBની આ હરકત સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાંની સાથે જ કેટલાંક લોકોએ ગ્રુપની નિંદા કરી અને આ પીએમ મોદી અને દેશવાસીઓની ભાવનાઓની મજાક છે તેવા ટ્વિટ કર્યાં હતા.
2/4

ટ્વિટર હેન્ડર્સ દ્વારા નિંદા અને તીખી આલોચના બાદ પણ કોમેડી ગ્રુપે ટ્વિટ ડિલિટ કર્યું પરંતુ તેની કોઈ જ તેના પર પડી ન હતી. ગ્રુપના કોમેડીયન તન્મય ભટ્ટે આ વિવાદ બાદ ફરી એક ટ્વિટ કરી કહ્યું કે, “ અમે જોક્સ બનાવતા રહીશું અને જરૂર પડશે તો તેને ડિલિટ પણ કરતાં રહીશું. તેમ છતાં જોક્સ બનાવવાનું બંધ નહીં કરીએ. જો જરૂર પડશે તો માફી પણ માંગીશુ. અમારા વિશે લોકો શું વિચારે છે તેનાથી અમને કોઈ જ ફર્ક નથી પડતો.”
Published at : 14 Jul 2017 02:45 PM (IST)
View More























