શશિ થરૂરે કહ્યું કે, નેહરુજીએ દેશની સંસ્થાઓને આ પ્રકારે આકાર આપ્યો હોવાથી આમ આદમી પણ વડાપ્રધાનની ખુરશી પર બેસવાના સપનાં જોઈ શકે છે. જેના કારણે આજે એક ચા વાળો વડાપ્રધાન બની શક્યો છે.
2/4
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા શશિ થરૂરે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. થરૂરના આ નિવેદન પર વિવાદ થઈ શખે છે. નેહરુ પર લખેલા પુસ્તકના વિમોચન પ્રસંગે થરૂરે નેહરુ પર સતત સવાલ ઉઠાવતી બીજેપીને ટોણો માર્યો અને કહ્યું કે, દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના કારણે જ આજે એક ચા વાળો વડાપ્રધાન બની શક્યો છે.
3/4
આ પહેલા પણ કોંગ્રેસ નેતા શશિ થરૂર તેમના નિવેદનોના કારણે વિવાદમાં આવી ચુક્યો છે. તેમણે મોદીને સફેદ ઘોડા પર હાથમાં તલવાર લઈને બેઠેલા હીરો ગણાવ્યા હતા. એટલું જ નહીં ન્ય એક કાર્યક્રમાં થરૂરે મોદીની તુલના શિવલિંગ પર બેઠેલા વિંછી સાથે કરી હતી. શશિ થરૂરે એમ પણ કહ્યું હતું કે, મોદી એક વ્યક્તિની સરકાર છે અને દરેક તેના ઈશારે નાચી રહ્યા છે.
4/4
પુસ્તક વિમોચનમાં હાજર રહેલા સોનિયા ગાંધીએ આડકતરી રીતે મોદી સરકાર પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, નેહરુના ચાર મૂલ્યો સૌથી મહત્વના હતા. જેમાં લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને ગુટનિરપેક્ષતાનો સમાવેશ થાય છે. આજે આ મૂલ્યો પર ખતરો છે. સોનિયા ગાંધીએ નેહરુને યાદ કરીને જણાવ્યું કે, આજે આપણા જીવનમાં નેહરુનો મોટો પ્રભાવ છે.