કોંગ્રેસ અધ્યક્ષે રાજ્યસરકાર પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, અહીં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ખતમ કરી દેવામાં આવી છે. આ ઇન્ડસ્ટ્રીને અમે ફરીથી ચાલુ કરીશું અને અહીના યુવા ઇન્ડસ્ટ્રીમાં રોજગાર મેળવશે. ભાજપની ક્ષિપ્રા નદી સાફ કરવામાં 400 કરોડ રૂપિયા ખર્ચ કર્યા પરંતુ નદીમાં ગંદકી યથાવત્ત છે.
2/3
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, ખેડૂતોને વીમાની રકમ નથી મળતી. કોંગ્રેસની સરકારમાં ખેડૂતોને આવી કોઇ જ પરેશાની નહી પડે. જો કોંગ્રેસની સરકાર બને છે તો તમામ ખેડૂતોનું દેવું 10 દિવસમાં માફ કરવામાં આવશે.
3/3
ઉજ્જૈન : મધ્યપ્રદેશના બે દિવસના પ્રવાસે પહોંચેલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્રમાં કોંગ્રેસ સરકારનાં આવતા 10 દિવસમાં જ તમામ ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવશે. માર્કેટિંગ યાર્ડમાં જાય છે તો તેનો પાક તોલવામાં નથી આવતો, યોગ્ય ભાવ નથી મળતો જો મળે છે તો તે મહિનાઓ બાદ મળે છે.