આ વર્ષે 27 ફેબ્રુઆરીના છોકરીને બંધક બનાવી હતી. 28 ફેબ્રુઆરીના આ રીતે જ ઘરમાં ઘૂસી ગયો હતો, છોકરીને બંધક બનાવી હતી. પોલીસે રેસ્ક્યૂ કર્યું હતું અને છોકરાની સામે પોલીસ ફરીયાદ દાકલ કરવામાં આવી હતી.
2/4
અત્યાર સુધી જે જાણકારી મળી તે મૂજબ છોકરો ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી છે. આરોપી છોકરો પત્રકારત્વનો અભ્યાસ કરી ચુક્યો છે. મુંબઈમાં મૉડલિંગ કરે છે. છોકરીને મૉડલિંગ અને ફિલ્મોમાં કામ કરવાના સપના બતાવી મુંબઈ લઈ ગયો હતો. છોકરીને જ્યારે સત્યની જાણ થઈ ત્યારે પાછી ફરી હતી.
3/4
છોકરાને મનાવવાની ઘણી કોશિશ કરવામાં આવી, પરંતુ તે માનવા તૈયાર નથી. છોકરા સાથે મીડિયાએ પણ વાત કરી. તેને મનાવ્યો અને બહાર આવવાની અપીલ કરી, પરંતુ તે કોઈની વાત માનવા તૈયાર નથી. આ ઘટના ભોપાલના મિસરોદ વિસ્તારની છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાગલ પ્રેમીની માનસિક સ્થિતિ સારી નથી.
4/4
ભોપાલ: ભોપાલમાં એક પ્રેમીએ એક છોકરીને છેલ્લા 8 કલાકથી ફ્લેટમાં કેદ કરી દિધી છે. રોહિત નામનો આ યુવક છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો. છોકરીને છોડાવવા માટે જ્યારે પોલીસે અંદર જવાનો પ્રયત્નન કર્યો ત્યારે તેણે કાતર વડે હુમલો કર્યો. છોકરો ધણકી આપી રહ્યો છે કે જો પોલીસે રૂમની નજીક આવવાની કોશિશ કરી તો તે છોકરીને ગોળી મારી દેશે. છોકરો અંદરથી વીડિયો કોલિંગના માધ્યમથી વાત કરે છે. આ ફ્લેટમાં અત્યાર સુધી પોલીસ અંદર જવામાં સફળ નથી થઈ. પોલીસે કહ્યું અમે યુવતીને સુરક્ષિત બહાર કાઢવા માટેની કોશિશ કરી રહ્યા છીએ.