યુવાનના શરીર પર અંડરવિયર સિવાય કોઇપણ કપડુ ન હતું. બાદમાં પોલીસે ઘટનાની તપાસ કરતાં ત્રણ આરોપીઓને પકડીને અરેસ્ટ કરી લીધા હતા, જ્યારે ઘટનામાં સામેલ સંત લાલ, સોહનલાલ તથા દેશરાજની શોધખોળ કરી રહી છે, બધા આરોપીઓ ભાઇ છે. તપાસ દરમિયાન યુવાનનો મોબાઇલ પાડોશીના ધાબા પરથી મળી આવ્યો હતો.
2/5
માહિતી પ્રમાણે મૂળ બિહારનો રહેવાસી 16 વર્ષીય યુવાન મુકન્દરપુર ડી બ્લૉકમાં પંદર દિવસ પહેલા જ તેના કાકાના ઘરે આવ્યો હતો. મંગળવારે સવારે 7 વાગે યુવાન ઘરેથી દોઢસો મીટર દુર પડેલો મળ્યો હતો, તેને જોતા જ લોકોએ તેના પરિવારજનોને જાણ કરી હતી.
3/5
પોલીસે હત્યાના ઇરાદાથી હત્યા કરાયાનો કેસ નોંધી નંદ કિશોર, રાજકિશોર અને ત્રિવેણીની ધરપકડ કરી લીધી છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.
4/5
યુવક પર લોકોને શક હતો કે તે એક ઘરમાં ચોરીના ઇરાદે ઘૂસ્યો હતો, ત્યારબાદ કેટલાક લોકોએ યુવકને રૂમમાં પુરી દીધો અને નગ્ન કરીને ઢોર માર માર્યો હતો. ઢોર મારથી લુહીલુહાણ થઇ ગયેલો યુવાના ઘટના સ્થળેજ મૃત્ય પામ્ય હતો, જોકે, બાદમાં કેટલાક લોકોએ તેને હોસ્પીટલ પહોંચ્યો હતો ત્યાં ડોક્ટરોએ પણ તેને મૃત જાહેર કર્યો હતો.
5/5
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. નોર્થ વેસ્ટ જિલ્લાના મુકન્દપુર વિસ્તારમાં એક 16 વર્ષીય છોકરાને ટોળાએ એટલો બેરહેમીથી માર્યો કે તેનું ઘટના સ્થળે મોત થઇ ગયું હતું.