શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં પ્રદૂષણનું લેવલ વધતાં શ્વાસ લેવામાં મુશ્કેલી, મેચ થઇ શકે છે રદ્દ
દિલ્હી સતત વધી રહેલા પ્રદૂષણના કારણે આઈસીસીના મેચ રેફરીએ ચિંતા વ્યક્ત કરી છે અને વિઝિબિલિટી ઘટશે તો મેચ રદ પણ થઈ શકે છે.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં આજે પ્રદૂષણના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. તેની વચ્ચે ભારત-બાંગ્લાદે વચ્ચે નવી દિલ્હીમાં આજે સીરિઝની પ્રથમ ટી20 મેચ રમાવાની છે. ત્યારે સૂત્રો અનુસાર, આઈસીસીના મેચ રેફરીએ પ્રદૂષણને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને વિઝિબિલિટી ઘટશે તો મેચ રદ પણ થઈ શકે છે. આ પહેલા બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે મેચને રદ કરવું સંભવ નથી.
આજે દિલ્હી અને આસપાસાના વિસ્તારમાં હવાની ગુણવત્તા( એક્યુઆઈ)નું સ્તર 1000ની પાર પહોંચી ગયું છે. કેટલાક સ્થળે હવાની ગુણવત્તા ખુબજ ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. સાથે રવિવારે દિલ્હી અને આસપાસના વિસ્તારના શહેરોમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે. વિઝિબિલિટી ઓછી હોવાના કારણે રવિવાર સવારની દિલ્હી એરપોર્ટથી 32 ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. નોઈડામાં બે દિવસ માટે સ્કૂલ બંધ રાખવામાં આવી છે.
એર ક્વોલિટી ઇન્ડેક્સ શું હોય છે ? એર ક્વોલિટી ઇન્ડેક્સ જ્યારે 0-50 વચ્ચે હોય તો સારો, 51-100 વચ્ચે સંતોષજનક, 101-200 વચ્ચે સામાન્ય, 201-300 ખરાબ, 301-40 ખૂબ જ ખરાબ અને 401-500 વચ્ચે ગંભીર સ્થિતિ માનવામાં આવે છે. આ ઉપરાંત હવામાં PM સ્તર 100 અને PM 2.5 60 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર કરતાં વધારે ન હોવું જોઈએ.Pollution has rched unbearable levels across N India. Del govt taken many steps. Delhiites hv made many sacrifices. Del suffering for no fault of theirs. Punjab CM also expressd concern. Centre shud take immediate steps 2 provide relief. V will support Centre in all initiatives https://t.co/Vx85xYlDId
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 3, 2019
Delhi: Latest visuals from outside Arun Jaitley Stadium. India will play Bangladesh in the first T20i match, later today. pic.twitter.com/KehNVZ1Zd1
— ANI (@ANI) November 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સુરત
બિઝનેસ
દેશ
Advertisement