શોધખોળ કરો
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર

પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. પહાડી વિસ્તારમાં બરફવર્ષાના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. કચ્છમાં પણ જોરદાર ઠંડી પડી રહી છે. અહીં નલિયામાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે. નલિયા સિઝનમાં પ્રથમ વખત 5.7 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચી ગયો હતો. આ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરમાં કાતિલ ઠંડી પડી રહી છે.
2/6

રાજ્યના હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે, આગામી સપ્તાહમાં હવામાન સુકૂ રહેશે. રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. કચ્છના નલિયામાં 5.7 અને પોરબંદર 10.9 ડિગ્રી સાથે કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ હતી.ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે.
3/6

અમદાવાદમાં 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઠંડી વધવાની સાથે વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળે છે. કચ્છ અને પોરબંદરમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાવાની આગાહી હવામાન વિભાગે કરી છે. નલિયામાં 6 ડિગ્રી તાપમાનની શક્યતા છે.
4/6

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારોની આગાહી કરી છે. તેમના મતે રાજ્યમાં હાલમાં અનુભવાતી ઠંડી હજુ પણ વધશે અને તાપમાનમાં ઘટાડો થશે. જોકે, આ સાથે જ માવઠાની પણ શક્યતા છે.
5/6

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 21 ડિસેમ્બર બાદ ઠંડી પડવાની શક્યતા છે. આ સાથે જ સવારના ભાગમાં બર્ફીલા પવનો ફૂંકાશે. તારીખ 23 અને 24 દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે.
6/6

26 ડિસેમ્બર આસપાસથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે. આના કારણે ગુજરાતના ભાગોમાં જાન્યુઆરી શરૂઆત સુધીમાં વાદળો આવશે અને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ કે છાંટા પડવાની શક્યતા છે.
Published at : 20 Dec 2024 01:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
બોલિવૂડ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
