શોધખોળ કરો
દિલ્હી પોલીસે આરોપીને આખા બજારમાં નગ્ન ફેરવ્યો, સીસીટીવીમાં કેદ થઇ આખી ઘટના

1/6

પતિને નગ્ન હાલતમાં પકડીને લઇ જતી પોલીસને જોઇને વિરેન્દ્રની પત્ની તેની પાછળ કપડાં લઇને ભાગતી રહી પણ દિલ્હી પોલીસની ટીમ પર તેની પણ કંઇજ અસર ના પડી.
2/6

પોલીસના દરોડાના સમયે સેંકડો લોકો ઘટનાસ્થળ પર હાજર હતા. પોલીસ અપરાધીને જ્યારે કપડાં વિના લઇ જઇ રહી હતી તો આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ. જેમાં અપરાધીની પત્ની તેની પાછળ કપડાં લઇને દોડતી દેખાઇ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, અપરાધી વિરુદ્ધ કોર્ટમાંથી બિનજામીનપાત્ર વૉરંટ કાઢેલું છે.
3/6

પોલીસે અપરાધીને નગ્ન હાલતમાં પક્ડયો હતો, ત્યારબાદ અપરાધીએ પોલીસને કપડાં પહેરવા માટે આજીજી કરી પણ પોલીસે તેની એકવાત ના સાંભળી અને તેને નગ્ન હાલતમાં જ બહાર લઇને આવી. પોલીસે અપરાધીને નગ્ન હાલતમાં લઇને લગભગ 500 મીટર સુધી ચાલી ગઇ. અપરાધીને બજારમાં થઇને લઇ જવાયો હતો.
4/6

5/6

મામલો દિલ્હીના ઇન્દ્રપુરી વિસ્તારનો છે જ્યાં 17 મેએ દિલ્હી પોલીસની એક ટીમે વિરેન્દ્ર નામના એક શાતિર અપરાધીને પકડવા માટે દરોડા પાડ્યો, પોલીસના દરોડા દરમિયાન અપરાધી બાથરૂમમાં હતો પણ તેવી જેની ખબર પડી કે તે બાથરૂમની દીવાલ કુદીને ભાગ્યો હતો, જોકે પોલીસે તેને ચાલાકીથી પકડી લીધો હતો.
6/6

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે એક આરોપીને ધરપકડ કર્યા બાદ ભરબજારમાં તેની ન્યૂડ પરેડ કાઢી. અપરાધી પોલીસ પોલીસને સતત કપડાં પહેવા માટે આજીજી કરતો રહ્યો પણ દિલ્હી પોલીસે લગભઘ 500 મીટર સુધી તેની નગ્ન પરેડ કરાવી હતી. આ આખી ઘટના સીસીટીવી કેદ થઇ છે. બાદમાં આરોપીને નગ્ન અવસ્થામાં જ પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. આના પર પોલીસનો દાવો છે કે, ધરપકડ કરાયેલો વ્યક્તિ એક કુખ્યાત અને શાતિર ગુનેગાર છે.
Published at : 22 May 2018 11:17 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
આઈપીએલ
Advertisement
