શોધખોળ કરો

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ

Weather Update:અંગ દઝાડતી ગરમીને લઈ સોમવારે રાજ્યના 17 શહેરમાં ગરમીનો પારો 39 ડિગ્રીને પાર થઇ ગયો હતો. 45.5 ડિગ્રીના ટોર્ચરમાં દાહોદ પણ  શેકાયું  છે.  ભુજમાં મહતમ તાપમાન 42 ડિગ્રી, સુરતમાં 41.8 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી નોંધાયું છે.

Weather Update:ઉનાળાની શરૂઆત થતાંની સાથે હવામાન વિભાગે  હિટવેવ આગાહી કરી છે.  હવામાન વિભાગે રાજ્યના 9 જિલ્લામાં આજે ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં 42 તો સૌરાષ્ટ્રમાં 43 ડિગ્રીએ પારો પહોંચવાની શક્યતા છે. હજુ બે દિવસ આકરી ગરમીથી રાહતની કોઈ શક્યતા નથી. અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ, પોરબંદરમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આકરા તાપના કારણે અગનભઠ્ઠીમાં  રાજ્યના મોટાભાગના જિલ્લા ફેરવાયા છે. અમદાવાદ, સુરત સહિત 9 જિલ્લામાં આજે ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કાલે રાજ્યના કેટલાક જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે. ગાંધીનગરમાં પણ આકરા તાપની હવામાન વિભાગની આગાહી છે.

અંગ દઝાડતી ગરમીને લઈ સોમવારે રાજ્યના 17 શહેરમાં ગરમીનો પારો 39 ડિગ્રીને પાર થઇ ગયો હતો. 45.5 ડિગ્રીના ટોર્ચરમાં દાહોદ પણ  શેકાયું  છે.  ભુજમાં મહતમ તાપમાન 42 ડિગ્રી, સુરતમાં 41.8 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી નોંધાયું છે.

એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં સામાન્ય કરતા 6.4 ડિગ્રી વધુ તાપમાન રહેશે, વર્ષ 2024ની તુલનામાં કાળઝાળ ગરમી 16 દિવસ વહેલી શરૂ થઇ ગઇ છે.  છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો 38 ડિગ્રીને પાર રહ્યો છે.

આકરા તાપ વચ્ચે અમદાવાદ સહિત રાજ્યભરમાં રોગચાળો વકર્યો છે. છેલ્લા નવ દિવસમાં અમદાવાદ શહેરમાં ઝાડા-ઉલટીના નવા 153 અને ટાઈફોઈડના નવા 115 કેસ.. બહેરામપુરા અને લાંભા વિસ્તારમાં સૌથી વધારે ટાઈફોઈડના કેસ નોંધાયા છે.

ઉત્તર ભારતમાં હોળી સુધી શિયાળાની અસર ધીમે ધીમે ઓછી થશે. દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશને કારણે તમે ગરમ અનુભવશો. જોકે, 14 માર્ચ સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાદળોની અવરજવર શરૂ થઈ જશે. પશ્ચિમી ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, હરિયાણા-પંજાબ અને રાજસ્થાનમાં હોળીના દિવસે વરસાદ રંગોની મજા બગાડી શકે છે. પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એકવાર વરસાદ અને હિમવર્ષા થશે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે.

દિલ્હીમાં મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 4.4 ડિગ્રી વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. IMD એ 13 અને 15 માર્ચની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જે હોળીના રંગોને બગાડી શકે છે. દિલ્હીમાં પવનની ઝડપ ઘટવાને કારણે પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. CPCB અનુસાર, NCRની હવાની ગુણવત્તા 'મધ્યમ' થી 'નબળી' શ્રેણી સુધી પહોંચી ગઈ છે. AQI 208 નોંધાયો હતો જેના કારણે હવા ફરી એકવાર ઝેરી બનવા લાગી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget