કોઈપણ વ્યક્તિની પાસે આધાર નંબર હોય તો તે આ એપ દ્વારા વેપારીને પેમેન્ટ કરી શકે છે. તેનાથી કોઈ ફરક નહીં પડે કે વ્યક્તિ પાસે ક્રેડિટ કાર્ડ- અથવા ડેબિટ કાર્ડ છે કે નહી. અથવા તો મોબાઈલ ફોન છે કે નહી. ભારતમાં પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ ખૂબ ઓછા છે. આખા દેશમાં માત્ર 15 ટર્મિનલ કામ કરી રહ્યા છે. પોઈન્ટ ઓફ સેલની સ્વીકાર્યતા એટલા માટે ઓછી છે કે તેમાં વેપારીઓને કાર્ડ કંપનીઓને 2-3 ટકા ચાર્જ આપવો પડે છે. તેમ જ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે પણ કાર્ડ પેમેન્ટની મર્યાદા છે.
2/5
ત્યાર બાદ ગ્રાહકોએ એપમાં પોતાનો આધાર નંબર એન્ટર કરીને જે તે બેંકની પસંદગી કરવાની રહેશે, જેની મદદથી પેમેન્ટ કરવામાં આવશે. આ એપમાં બાયોમેટ્રિક સ્કેન પાસવર્ડની જેમ કામ કરશે. યૂનિક આઈડેન્ટિફિકેશન અથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના સીઈઓના જણાવ્યા અનુસાર ‘આ એપ કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરી શકે છે. હાલમાં 40 કરોડ આધાર નંબર બેંક એકાઉન્ટ સાથે જોડી દેવામાં આવ્યા છે. જે ભારતમાં યુવાનોની અડધી સંખ્યા બરાબર છે. અમારું લક્ષ્ય છે કે માર્ચ 2017 સુધી તમામ આધાર નંબરોને બેંક એકાઉન્ટ સાથે જોડી દેવામાં આવે.’
3/5
નવી દિલ્હી: સરકાર હવે ‘આધાર પેમેન્ટ એપ’ લઈને આવી રહી છે. જેની મદદથી ડિજિટલ પેમેન્ટ કરવું વધુ સરળ બની જશે. આ નવી એપના કારણે પ્લાસ્ટિક કાર્ડ અને પોઈન્ટ ઓફ સેલ મશીનો(પીઓએસ)ની પણ જરૂર નહીં રહે. આ એપને 25 ડિસેમ્બર લોન્ચ કરવામાં આવશે. આ એપથી કાર્ડ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ જેવી કે માસ્ટરકાર્ડ અને વીઝાને કોઈ પ્રકારની ફી ચૂકવવાની નહીં રહે.
4/5
આ એપને IDFCબેંકએ UIDAI અને નેશનલ પેમેન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે મળીને તૈયાર કરી છે. આ નવી ટેક્નોલોજીને નાણા પ્રધાન અરુણ જેટલી અને સૂચના પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદને 19 ડિસેમ્બરે બતાવવામાં આવી હતી. આઈડીએફસી બેંકના એમડી અને સીઈઓ રાજીવ લાલના કહેવા પ્રમાણે આ વ્યવસ્થા આધાર પર ચાલશે, તેનો અર્થ કે આ ખૂબ મોટી સંખ્યામાં લોકોને જોડશે.
5/5
આ એપની મદદથી અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા વેપારીઓ પણ ડિજિટલ પેમેન્ટ કરી શકશે. અને તેના માટે માત્ર એક એન્ડ્રોઈડ ફોનની જ જરૂર પડશે. વેપારીએ આધાર કેશલેસ મર્ચન્ટ એપ ડાઉનલોડ કરવાની રહેશે અને સ્માર્ટફોનને એક બાયોમેટ્રિક રીડર સાથે કનેક્ટ કરવામાં આવશે. આ રીડર 2000 રૂપિયામાં બજારમાંથી મળી જાય છે.