ઉલ્લેખનીય છે કે, કેમ્બ્રિજ એનાલિટિકા મામલે ફેસબુકનું નામ સામે આવ્યા અને તેમાં અમેરિકાની ચૂંટણી પ્રભાવિત થવાની ઘટના બાદ વિશ્વભરમાં ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયાના દુરુપયોગને રોકવાના પ્રયત્ન થઈ રહ્યા છે.
2/5
રિપ્રેઝેન્ટેશન ઓપ પિપલ એક્ટની સેક્શન 126 મુજબ મતદાનના 48 કલાક પહેલા કોઇ પણ ઉમેદવાર કોઇ પણ રીતે પ્રચારનું પ્રદર્શન કરી શકે નહીં. ફેસબૂકના પ્રતિનિધીએ આ મિટીંગમાં જણાવ્યુ હતુ કે, જો આ પ્રકારની ફરિયાદ કરશે તો ફેસબૂક પરથી જે-તે કન્ટેન્ટ (જાહેરાતનું સાહિત્ય) ઉતારી લેવામાં આવશે.
3/5
જો ચૂંટણી પંચ દ્વારા ફેસબૂકને ફરિયાદ કરવામાં આવશે તો આ મામલે તાત્કાલિક પગલા લેવામાં આવશે. કાયદા મુજબ આ અંગે પગલા લેવામાં આવશે. જો એમ માલુમ પડે કે, કોઇ પણ પ્રકારના કાયદાનું ઉલ્લઘંન થાય છે તો ફેસબૂક જે-તે વ્યક્તિને પહેલા જાણ કરે છે અને કન્ટેન્ટ દૂર કરે છે. જે કન્ટેન્ટ દૂર કરવામાં આવે છે તેની માહિતી ફેસબૂકની પારદર્શક્તા વિશના પેજ પર મૂકવામાં આવે છે.
4/5
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકને દેશમાં મતદાનના 48 કલાક પહેલા રાજનીતિક જાહેરાત હટાવવા માટે કહ્યું છે. જોકે, ફેસબુકે આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. 4 જૂનના રોજ મળેલા એ બેઠકમાં ફેસબૂકના પ્રતિનિધી પણ હાજર રહ્યા હતા અને તેમણે કહ્યું હતુ કે ફેસબૂક આ વિશે વિચારશે.
5/5
ફેસબૂકના ભારતના પ્રવક્તાએ જણાવ્યુ કે, અમે ફેસબૂક પરથી એવું કન્ટેન્ટ દૂર કરીએ છીએ જે આ દેશનાં કાયદાનું ઉલ્લઘંન કરતુ હોય અને અમારુ આ બાબતે ધ્યાન દોરવામાં આવે. એવું કન્ટેન્ટ પણ દૂર કરીએ છીએ જે અમારી પોલિસીનો ભંગ કરતું હોય.”