Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !
અમદાવાદના સાબરમતી વિસ્તારની એક સોસાયટીમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ...શિવમ રો હાઉસમાં રહેતા હાઈકોર્ટના ક્લાર્ક બળદેવભાઈ સુખડિયાના ઘરે ગૌરવ ગઢવી નામનો શખ્સ પાર્સલ લઈને આવ્યો...પાર્સલ મંગાવ્યું ન હોવાથી બળદેવભાઈને શંકા ગઈ...જેથી તેમણે પાર્સલ ન ખોલ્યું..થોડીવાર બાદ પાર્સલમાંથી ધુમાડો નીકળ્યો અને બ્લાસ્ટ થયો...જેમાં પાર્સલ લઈ આવનાર ગૌરવ ગઢવી સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા....ઘટનાની જાણ થતા પોલીસ અને FSLની ટીમ સ્થળ પર દોડી આવી અને તપાસ શરૂ કરી..દાવો છે કે, પાર્સલ પહોંચ્યા બાદ 500 મીટર દુર ઉભેલા વ્યક્તિએ રિમોર્ટ કંટ્રોલથી બ્લાસ્ટ કર્યો..બળદેવભાઈને રૂપેણ બારોટ નામના વ્યક્તિ પર શંકા છે...પ્રાથમિક તપાસ અનુસાર, રૂપેણ બારોટના થોડા સમય પહેલા છૂટાછેડા થયા હતા..તેને શંકા હતી કે, બળદેવભાઈના કારણે તેના છુટા છેડા થયા..જેથી બદલો લેવા તેણે બ્લાસ્ટ કરાવ્યો...રૂપેણ બારોટ સાબરમતીના IOC રોડ પર આવેલા ગોદાવરી એપાર્ટમેન્ટમાં રહે છે...તેના ઘરેથી પોલીસને 3 દેશી કટ્ટા, તલવાર, કુહાડી સહિત બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી...હાલ તો પોલીસ પાર્સલ લઈને આવનાર ગૌરવ ગઢવીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે....આરોપી રૂપેણ બારોટ બુટલેગર છે....રૂપેન અને બળદેવ સુખડીયા એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા....રૂપેણની પત્નીને બળદેવ સુખડીયાએ ધરમની બેન માની છે... છૂટાછેડા બાદ રૂપેને બળદેવ સુખડીયાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી...આરોપીને પકડવા અમદાવાદ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો કામ કરી રહી છે...
સાબરકાંઠાના વડાલીમાં 2 મે આવી જ ઘટના બની હતી...વેડા ગામમાં વણઝારા પરિવારના ઘરે એક પાર્સલ આવ્યું...જેને ખોલતાં જ જોરદાર ધડાકો થયો...બ્લાસ્ટ થતા પિતાનું ઘટના સ્થળે.. જ્યારે પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું..અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા....ઈજાગ્રસ્તોના એક્સ રે રિપોર્ટમાં ફોરેન પાર્ટિકલ્સ જોવા મળ્યા...એકદમ નજીકમાં બ્લાસ્ટ થયો હોવાથી ફોરેન પાર્ટિકલ્સ શરીરમાં ઘૂસી ગયા હતા....ભોગ બનનાર પરિવારના સગાઓનું કહેવું છે કે, કોઈ રિક્ષાવાળો પાર્સલ આપી ગયો હતો...જેને ખોલતા જ ધડાકો થયો હતો...
6 એપ્રિલ 2023માં રાજકોટ શહેરમાં પાર્સલમાં બ્લાસ્ટ થયાની ઘટના બની હતી...અહીં મોબાઈલની દુકાનમાં ધંધાકીય હરિફાઈને લઈને દેશી બોમ્બ બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો...યુ-ટ્યૂબ પર વીડિયો જોઈને આરોપીઓએ બોમ્બ બનાવ્યો હતો...એક યુવતી જાણીજોઈને દુકાનમાં પાર્સલ મૂકી જાય છે...યુવતી આ પાર્સલ ભૂલી ગઈ હોવાનું માની દુકાનદાર તેને દુકાનમાં રાખી મૂકે છે... બાદમાં રાત્રે દુકાન બંધ કરી ઘરે જતો રહે છે..રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ પાર્સલમાં થાય છે બ્લાસ્ટ અને મોબાઈલની આ દુકાનમાં રખાયેલો તમામ સામાન બળીને ખાખ થઈ જાય છે....પ્રાથમિક તપાસમાં પોલીસને પણ લાગ્યું હતું કે, પાર્સલમાં રમકડાંની ઈલેક્ટ્રિક કાર હોવાથી તેમા બ્લાસ્ટ થતાં આગ લાગી હતી... પણ તપાસમાં યુવતીની હિલચાલ શંકાસ્પદ લાગતા રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસમાં જોડાઈ...બાદમાં ધંધાકીય હરિફાઈને લઈ દેશી બોમ્બ બનાવીને બ્લાસ્ટ કરાયો હોવાનું ખુલ્યું હતું...