અમદાવાદઃ દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની આજે શરૂ થયેલી મતગણરીમાં પહેલો કલાક કોંગ્રેસના નામે રહ્યો હતો. મધ્ય પ્રદેશ, રાજસ્થાન મિઝોરમ, છત્તીસગઢ અને તેલંગાણા એ પાંચેય રાજ્યોમાં પહેલા કલાકમાં કોંગ્રેસ આગળ રહી હતી અને તેના કારણે રાજસ્થાનમાં તો કોંગ્રેસે સરકાર રચવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે.
2/4
રાજસ્થાનમાં કોંગ્રેસે વહેલી સવારે જ પોતાના નીરિક્ષકને જયપુર રવાના કર્યા હતા. કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલને જયપુર રવાના કરાયા છે.
3/4
રાજસ્થાનમાં કોંગ્રેસ જીતે તો કોને મુખ્યમંત્રી બનાવવા તે મુદ્દે મતભેદો છે. સચિન પાયલોટ અને અશોક ગેહલોત બંને મુખ્યમંત્રીપદના દાવેદાર મનાય છે.
4/4
રાવ કોંગ્રેસના ધારાસભ્યો સાથે ચર્ચા કરશે અને તેના આધારે પોતાનો રિપોર્ટ તૈયાર કરીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મોકલશે. તેના આધારે મુખ્યમંત્રીપદ કોને જશે તે નક્કી થશે.