પૂર્વ મુખ્યમંત્રી રાજેએ કહ્યું કે, રાજસ્થાન મારો પરિવાર છે. જેને છોડીને હું ક્યાંય નથી જવાની. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદને નિષ્ઠા પૂર્વક નિભાવીશ પણ રાજસ્થાન નહીં છોડું. વસુંધરાએ એમ પણ કહ્યું કે, હું પહેલા જ કહી ચુકી છું કે મારી ડોલી રાજસ્થાન આવી હતી, હવે અર્થી અહીંથી જ નીકળશે. મારું સમગ્ર જીવન આ રાજસ્થાનના પરિવારને સમર્પિત રહેશે. હુ રાજસ્થાનની સેવા કરવાથી ક્યારેય પીછેહઠ નહીં કરું.
2/3
જયપુરઃ બીજેપીની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ વિધાનસભા ચૂંટણીમાં સત્તા ગુમાવ્યા બાદ રવિવારે પ્રથમ વખત ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. ઝાલરાપાટનમાં કાર્યકર્તાને સંબોધન કરતાં જણાવ્યું કે, પાર્ટીએ ભલે તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવી હોય પરંતુ તે કેન્દ્રની રાજનીતિમાં જવાના બદલે રાજ્યની રાજનીતિમાં જ સક્રિય રહેશે.
3/3
રાજેએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, સત્ય એ છે કે કોંગ્રેસ ખોટું બોલીને સત્તામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, સરકાર બનતાં જ દરેક બેરોજગાર યુવાને 3500 રૂપિયા બેકારી ભથ્થું આપવામાં આવશે. સરકાર બની ગઈ પરંતુ બેકારી ભથ્થા અંગે કોંગ્રેસ સરકારે હજુ સુધી કંઈ કેમ નથી કર્યું ?