66 વર્ષનાં જેટલી ઓગષ્ટ મહિનાથી પાછા કામે લાગ્યા હતા. તેઓ ડાયાબિટીસથી પણ પિડાય છે એટલા માટે તેમણે બેરિયાટ્રિક સર્જરી પણ કરાવી હતી. વર્ષો પહેલા તેમને હ્રદય રોગ મામલે પણ ઓપરેશન કરવામાં આવ્યુ હતું.
2/3
સુત્રોનાં જણાવ્યા અનુસાર, અરુણ જેટલી રવિવારે રાત્રે મેડિકલ ચેક-અપ માટે અમેરિકા જવા રવાના થયા હતા. અરુણ જેટલી આગામી 1 ફ્રેબ્રુઆરીનાં રોજ આ સરકારનું છેલ્લુ બજેટ રજૂ કરશે. ત્યારબાદ ચૂંટણી છે. ગયા વર્ષે અરુણ જેટલીને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની કિડની બદલવામાં આવી હતી.
3/3
નવી દિલ્હી: નાણાંમંત્રી અરુણ જેટલી અચાનક મેડિકલ ચેક-અપ માટે રવિવારે રાત્રે અમેરિકા જવા રવાના થયા હતા. તેઓ કિડનીની તકલીફથી પિડાય છે. 2018નાં મે મહિનામાં તેમની કિડનીની તકલીફનાં કારણે તેમની કિડની બદલવામાં આવી હતી. છેલ્લા 9 મહિનાથી તેઓએ વિદેશ પ્રવાસ કર્યો નથી.