કચ્છના નાના ભાડીયાના ભારતીબેન તરુણ સાવલા તથા પુત્ર મયુર સાવલા અને પુત્રવધુ જીનલ સાવલા તથા પુત્ર કયાન મયુર સાવલા અને ઘરનોકર સુનિલ તથા નાની બેબી ત્વીસા મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યા હતા ત્યારે મુંબઈથી આશરે ૬૫૦ કિલોમીટર દૂર આ બનાવ બન્યો હતો અને કાર મયુરભાઈ હંકારી રહ્યા હતા. દરમિયાન પુરપાટ આવતી ટ્રકે આ કારને ટક્કર મારતા આ જીવલેણ અકસ્માત થયો હતો અને કારનો કચ્ચરધાણ નિકળી ગયો હતો અને પાંચ જણાના ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા તથા એકમાત્ર નાની બાળકીનો ચમત્કારીક બચાવ થયો હતો.
2/4
કચ્છના નાના ભાડીયાના ભારતીબેન તરુણ સાવલા તથા પુત્ર મયુર સાવલા અને પુત્રવધુ જીનલ સાવલા તથા પુત્ર કયાન મયુર સાવલા અને ઘરનોકર સુનિલ તથા નાની બેબી ત્વીસા મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યા હતા ત્યારે મુંબઈથી આશરે ૬૫૦ કિલોમીટર દૂર આ બનાવ બન્યો હતો અને કાર મયુરભાઈ હંકારી રહ્યા હતા.
3/4
મળતી વિગતો અનુસાર, સાવલા પરિવારની કાર સાથે કર્ણાટક નજીક બીદર નેશનલ હાઈવે નંબર નવ નજીક ટ્રક અથડાઇ હતી. જેમાં પાંચ વ્યક્તિઓ ઘટનાસ્થળે મૃત્યુ પામી હતી જ્યારે એક નાની બેબીને પગમાં ફ્રેકચર થયું હતું અને આ મોટા અકસ્માતમાં આ નાની બેબીનો ચમત્કારીક બચાવ થયો હતો.
4/4
મુંબઇઃ મુંબઇથી હૈદરાબાદ કારમાં લગ્ન માટે જઇ રહેલા એક કચ્છી પરિવારને કર્ણાટક નજીક અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોનું ઘટનાસ્થળે મોત થયું હતું. ગોંરેગાંવમાં રહેતો સાવલા પરિવાર હૈદરાબાદમાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે મુંબઇથી હૈદરાબાદ જવા શુક્રવારે નીકળ્યો હતો.