સુનાવણી જસ્ટિસ અપરેશ કુમાર સિંહની કોર્ટમાં ચાલી રહી હતી. લાલુ પ્રસાદ યાદવ તરફથી સુપ્રીમ કોર્ટના વકીલ અભિષેક મનુ સંઘવીએ પક્ષ રાખતા જામીનનો સમય હજી પણ વધારવા આગ્રહ કર્યો હતો પરંતુ કોર્ટે તેને નામંજૂર કરી દીધો છે.
2/4
આ અગાઉ પણ 17 ઓગસ્ટ કરવામાં આવેલી સુનાવણીમાં હાઇકોર્ટે લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજીને 27 ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી હતી. સુનાવણી દરમિયાન આરજેડી સુપ્રીમોના વકીલે કોર્ટને જાણકારી આપી હતી કે લાલુ યાદવ હજુ સંપૂર્ણ સ્વસ્થ થયા નથી.
3/4
જેને લઇને લાલુ પ્રસાદ યાદવે હાઇકોર્ટમાં અપીલ કરી હતી તેઓની જામીન અરજી વધુ ત્રણ મહિના વધારવામાં આવે. જો કે કોર્ટે 20થી 27 ઓગસ્ટ વચ્ચે માત્ર સાત દિવસ સુધી જામીન વધારી આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ યાદવની હાલમાં મુંબઇની એશિયન હાર્ટ ઇન્સ્ટિટયૂટમાં સારવાર ચાલી રહી છે.
4/4
રાંચીઃ ચારા કૌભાંડ મામલે સજા ભોગવી રહેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના અધ્યક્ષ લાલુ યાદવને આજે બપોરે મોટો ઝાટકો લાગ્યો છે. પહેલા ઝારખંડ હાઈકોર્ટે તેના જામીન વધારવાની ના પાડી દીધી અને 30 ઓગસ્ટ સુધીમાં સરેન્ડર થવાનું કહ્યું છે. જ્યારે થોડા સમય પછી ઈડીએ રેલવે ટેન્ડર ગોટાળા મામલે લાલુ યાદવ અને તેના પરિવારના સભ્યો વિરદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.