શોધખોળ કરો
કોંગ્રેસના આ નેતાએ કહ્યું- 5 વર્ષ સુધી કુમારસ્વામી CM રહેશે તે નક્કી નથી, કોંગ્રેસમાં અનેક નેતા છે દાવેદાર

1/7

2/7

3/7

4/7

શપથ ગ્રહણ પહેલા જ કુમારસ્વામીએ તે સમાચારોનું ખંડન કરી દીધું હતું કે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમની પાર્ટી પોતાના ગઠબંધન સહયોગી કોંગ્રેસની સાથે 30-30 મહિનાની સરકારના નેતૃત્વ કરવાના ફોર્મ્યૂલા પર કામ કરી રહી છે. કુમારસ્વામીએ કહ્યું હતું કે 'આ રીતે કોઇપણ જાતની વાતચીત નથી થઇ'
5/7

જ્યારે ડેપ્યૂટી સીએમ પરમેશ્વરને પુછવામાં આવ્યું કે જેડીએસે પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી પદ આપવા વિશે સંતોષ્ટ છે, તો પરમેશ્વરે કહ્યું કે, 'ચર્ચા બાદ નફા-નુકશાનને જોઇને અમે નિર્ણય કરીશું, અમારો મુખ્ય હેતુ સારો વહીવટ આપવાનો છે.'
6/7

વિશ્વાસ મત પર મતદાન પહેલા જ કર્ણાટકના ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરે આ નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે, કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને એચડી કુમારસ્વામીના પાંચ વર્ષ સુધી સીએમ તરીકે રહેવાના નીતિ-નિયમો વિશે હજુ સુધી ચર્ચા નથી કરી. જ્યારે પરમેશ્વરને મીડિયાએ પુછ્યુ કે મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ રહેશે તો પરમેશ્વરે કહ્યું, 'હજુ એ વાત પર કોઇ નિર્ણય લેવાયો નથી, કયા વિભાગો તેમને અપાશે અને કયા અમારી પાસે રહેશે તે પણ નક્કી નથી. તેમને પાંચ વર્ષ રહેવુ જોઇએ કે અમને પણ મળવું જોઇએ, તે તમામ વિષયો પર હજુ સુધી કોઇ ચર્ચા નથી થઇ શકી.'
7/7

નવી દિલ્હીઃ આજે બપોરે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસનું ગઠબંધન બહુમતી સાબિત કરશે, તે પહેલા ગઠબંધનને લઇને બન્ને પાર્ટીઓના કેટલાક નેતાઓ નારાજ છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે, પાંચ વર્ષ સુધી નહીં ચાલે જેડીએસ સાથેનું ગઠબંધન, કેમકે કોંગ્રેસ પાસે મુખ્યમંત્રીના દાવેદાર અનેક ચહેરાઓ છે.
Published at : 25 May 2018 08:13 AM (IST)
Tags :
Karnataka CMView More
Advertisement
Advertisement