કોંગ્રેસની રાજસ્થાનમાં પાતળી બહુમતીથી જીત થઈ છે. સત્તા મેળવવા માટે કોંગ્રેસને 100 બેઠકો જોઈએ અને કોંગ્રસેને 99 બેઠકો જ મળી છે. આથી, કોંગ્રેસ અપક્ષ ધારાસભ્યોનો સપંર્ક કર્યો છે. રાજસ્થાનમાં બહુજન સમાજ પાર્ટીને 2 બેઠકો મળી છે અને અન્ય અપક્ષ ઉમેદવારોને પાંચ બેઠકો મળી છે જેમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીનો પણ સમાવેશ થાય છે.
2/4
રાજસ્થાનની ચોરાસી બેઠક પરથી રાજકુમાર રાઓતે ભાજપનાં સુશિલ કટારાને હરાવ્યા છે અને 13,000ના મતોથી વિજય મેળવ્યો છે. જ્યારે સાગવારા બેઠક પરથી રામપ્રસાદ 45,00 મતોથી વિજય મેળવ્યો છે.
3/4
ગયા વર્ષે છોટુ વસાવાએ ભારતીય ટ્રાઈબલ પાર્ટીની સ્થાપના કરી હતી. છોટુ વસાવા ગુજરાતમાં ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારનાં ધારાસભ્ય અને તેમના દિકરા મહેશ વસાવા ડેડિયાપાડા મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. છોટુ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીઓમાં 11 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાંથી રાજસ્થાનમાં બે ઉમેદાવારોના જીત થઈ છે.
4/4
અમદાવાદ: ગુજરાતમાં આદિવાસી પટ્ટાના ધારાસભ્ય છોટુ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટીનાં બે ઉમેદવારોએ રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી છે અને છોટુ વસાવા રાજસ્થાનમાં કિંગમેકર બની શકે છે.