હાઈ ટાઈડના કારણે માયાનગરીના મોટા ભાગના બીચ પર સન્નાટો જોવા મળ્યો હતો. હાઈ ટાઈડના કારણે દરિયામાં ખૂબ જ ઉંચા મોજા ઉછળી રહ્યા હતા.
2/4
શનિવારે આવેલા હાઈ ટાઈડના કારણે 15 મેટ્રિક ટન કચરો દરિયા કિનારે અને રસ્તાઓ પર આવી ગયો. સૌથી વધારે કચરો મરિન ડ્રાઈવ પાસે જમા થયો જેના કારણે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.
3/4
મુંબઈ: છેલ્લા ઘણા દિવસોથી સતત થઈ રહેલા વરસાદ બાદ મુંબઈમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. હાઈ ટાઈડના કારણે મુંબઈના દરિયામાં આ સીઝનના સૌથી ઉંચા મોજા ઉછળ્યા હતા. દરિયામાં પાંચ મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. હવામાન વિભાગે આગામી સમયમાં સૌથી મોટી ભરતીની આગાહી કરી હતી. ભરતીને ધ્યાનમાં રાખીને પાલિકાએ ફલ્ડીંગ સ્ટેશન બંધ કર્યા છે. આ સાથે જ મુંબઇગરાઓને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચન કરાયું છે.
4/4
બપોરે 1.49 વાગ્યે દરિયા કિનારે હાઈ ટાઈડ જોવા મળ્યું. જ્યારે શહેરમાં ઝરમર વરસાદ પણ શરૂ છે. બીએમસી તરફથી મળેલી જાણકારી અનુસાર, રવિવારે દરિયામાં આશરે 2 વાગ્યા સુધી 4.97 મીટર ઉંચા મોજા ઉછળે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. શનિવારે દરિયામાં 4.96 મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા.