આગ્રાઃ અહીંના સિકંદરા વિસ્તારમાં ભાડા પર રહેતા રાજેન્દ્ર (58)એ પોતાની લાઈસન્સવાળી રિવોલ્વરથી 20 વર્ષીય યુવતીની ગોળી મારીને હત્યા કરી દીધી. બાદમાં ખુદને ગોળી મારીને આત્મ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બન્નેના શબ 27 એપ્રિલે સવારે બંધ ઓરડામાંથી મળી આવ્યા હતા.
2/6
નોંધનીય છે કે, વૃદ્ધની પત્નીનું 20 વર્ષ પહેલાં જ નિધન થઈ ગયું હતું. મૃતકના પુત્રએ મૃતક યુવતીને ઓળખવાનો ઈન્કાર કરી દીધો છે. મૃતકે આવું પગલું કેમ ભર્યું તેનો કોઈ જ ખુલાસો થયો નથી.
3/6
ઘટનાની જાણકારી ત્યારે થઈ જ્યારે દૂધવાળો દૂધ આપવા માટે ઘરે પહોંચ્યો હતો. સિકંદરા પોલીસ સ્ટેશનના રૂનકતા ક્ષેત્રમાં ત્રણ મહિનાથી રાજેન્દ્ર બૈન (58 વર્ષ) ભાડે રહેતા હતા. શુક્રવારે બપોરે જ્યારે દૂધવાળો દૂધ આપવા ઘરે પહોંચ્યો, ત્યારે રૂમમાં બંનેના શબ પડેલાં મળ્યાં હતા.
4/6
ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બંદૂક સહિતનો સામાન જપ્ત કર્યો હતો. મૃતક અને યુવતીનું શબ એક જ બેડ પર પડ્યું હતું. યુવતીના માથા પર ગોળી મારવામાં આવી હતી. તો રાજેન્દ્રની ગરદન પર ગોળીના નિશાન હતા. રાજેન્દ્ર શૂઝ બનાવનારી ફેકટરીમાં મેનેજર તરીકે કામ કરતો હતો. જો કે ત્રણ વર્ષ પહેલાં તેને નોકરી છોડી દીધી હતી.
5/6
રાજેન્દ્રની પત્નીનું 20 વર્ષ પહેલાં જ નિધન થઈ ગયું હતું. મૃતકના ચાર પુત્રો છે. રાજેન્દ્ર મૂળ રૂપથી સિકંદરાબાદ પોલીસ સ્ટેશનમાં જ આવતા લખનપુરા ગામનો રહેવાસી હતો. યુવતીની ઓળખ થઈ શકી નથી. તો મૃતકના પુત્રોએ પણ તેને ઓળખવાનો ઈન્કાર કર્યો હતો.
6/6
હાલ પોલીસ સૌથી પહેલા યુવતી કોણ છે તે શોધવાનો પ્રયત્ન કરી રહી છે. પરણીત રાજેન્દ્ર કોઈ યુવતીને રાત્રે રૂમ પર લઈ આવતો અને બાદમાં ગોળી મારીને તેની હત્યા અને ખુદની આત્મહત્યા કરી લેવું એ અનેક સવાલો ઉભા કરે છે.