ભાજપે રાયબરેલીને લઈ તૈયારીઓ શરૂ કરી છે. આ ક્રમમાં ત્યાંના વિધાનસભા સભ્ય દિનેશ પ્રતાપ સિંહ તથા તેમના ભાઈ જિલ્લા પંચાયત અધ્યક્ષ અધવેશ સિંહને બીજેપી અધ્યક્ષ અમિત શાહ તથા સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં ભાજપામાં સામેલ કરવામાં આવ્યા હતા.
2/3
સુત્રોની માહિતી અનુસાર આ વખતે 2019ની લોકસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીની બેઠક રાયબરેલી પરથી તેમની દીકરી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે. આ વખતે ભાજપના નિશાના પર કોંગ્રેસનો ગઢ અમેઠી અને રાયબરેલી છે. અમેઠીથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાંસદ છે તો, તેની બાજુમાં આવેલા જીલ્લા રાયબરેલીથી સોનિયા ગાંધી સાંસદ છે.
3/3
નવી દિલ્હી: પ્રિયંકા ગાંધીને સક્રિય રાજકારણમાં લાવવાની ઘણા વર્ષોથી માંગ ઉઠી રહી છે ત્યારે અલાહાબાદમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ સોશિયલ સાઈટ્સ પર ઈન્દિરા કા ખૂન પ્રિયંકા ઈસ કમિંગ સૂનના પોસ્ટર વાયરલ કર્યા છે. આ પોસ્ટર મુકનારા જીલ્લા કોંગ્રેસ મહાસચિવ હસીબ અહમદ આ પહેલા પણ ઘણી વાર પ્રિયંકા ગાંધીને સક્રિય રાજકારણમાં લાવવાની માંગ ઉઠાવી રહયા છે.