સીબીઆઈમાં મચેલા ઘમાસાણ બાદ ડાયરેક્ટરનું પદ ખાલી પડ્યું હતું. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. જેમાં કોઈ જ નિર્ણય લઈ શકાયો નહોતો. આખરે આજે આ મામલે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.
2/3
અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેઓ ઈન્ટરિમ સીબીઆઈ નિયામકની નિમણૂક માટે 'ખિલાફ' નથી પણ કેન્દ્રએ 'તાત્કાલિક' કેન્દ્રીય તપાસ એજન્સીનાં નિયામકની નિમણૂક ન કરવી જોઈએ. સીબીઆઈ નિયામકનું પદ સંવેદનશીલ છે અને લાંબા ગાળા માટે આ પદ પર ઈન્ટરિમ નિયામકને રાખવા સારી બાબત નથી.
3/3
નવી દિલ્હી: દેશની સૌથી મોટી તપાસ એજંસી સીબીઆઈના ડાયરેક્ટર પદને લઈને આજે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. ઋષિકુમાર શુક્લા સીબીઆઈના નવા ડાયરેક્ટ બન્યા છે. ઋષિકુમાર શુક્લા 1983ની બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ 1983 બેચનાં IPS અધિકારી છે અને મધ્યપ્રદેશનાં પોલીસ મહાનિયામક પણ રહી ચુક્યા છે.