અથડામણના કારણે અધિકારીઓએ સ્કૂલ બંધ કરી દીધી છે અને ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દીધી છે. અધિકારીએ જણાવ્યું કે, જિલ્લા પ્રશાસ દ્વારા શહેરની તમામ સ્કૂલો અન શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ કરવામાં આવી છે.
2/3
આંતકીઓ છુપાયા હોવાની બાતમી મળતા સુરક્ષાદળ અને પોલીસે બુધવારે સવારે તે વિસ્તારમાં જોઈન્ટ ઓપરેશન ચલાવ્યું હતું. ત્યારે આંતકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સેનાએ પણ જવાબી કાર્યકર્તા ગોળીબાર કર્યો હતો અને આતંકીઓને ઘેરીને ઠાર કર્યા હતા.
3/3
શ્રીનગર: શ્રીનગરના ફતેહકડલમાં થયેલી અથડામણમાં સુરક્ષાદળે ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. જ્યારે એક પોલીસ જવાન શહીદ થઈ ગયો છે. હાલમાં સુરક્ષાદળોનું આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની ઓળખ મેહરાજૂદ્દીન બાંગરુ, ફહદ વજા અને રઈસ તરીકે થઈ છે.