ઉલ્લેખનીય છે કે, આતંકીઓ સતત સુરક્ષાદળોને નિશાન બનાવી રહ્યા છે. હાલમાં જ ભારતીય સેના તરફથી પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં સામેલ એક જવાન તંગધારમાં શહીદ થઈ ગયો હતો. શહીદ જવાન તંગધાર સેક્ટરમાં સેનાના એક ઓપરેશનમાં કામ કરી રહ્યો હતો.
2/3
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં પોલીસ સ્ટેશન પર આતંકીએ કરેલા ગ્રેનેડ હુમલામાં એક પોલીસ જવાન શહીદ થઈ ગયો છે. આતંકીઓએ ગ્રેનેડ હુમલા બાદ ફાયરિંગ કર્યું હતું. શહીદ જવાનનું નામ શાકિબ મોઈદ્ધીન છે.
3/3
સુક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ પહેલા તંગધારમાં ભારતીય સેનાના આતંકીઓ દ્વારા ઘૂસણખોરીને નિષ્ફળ કરી હતી. આતંકીઓ પાકિસ્તાનની સેના તરફથી ફોયરિંગની આડમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ભારતીય સેનાએ પણ પાક સેનાના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો.