નોંધનીય છે કે, પાકિસ્તાન તરફથી આ વર્ષે પણ ઘણી વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. મે મહિનામાં જ પાકિસ્તાને ઘણી વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારપછી પાકિસ્તાને જાતે અપીલ કરીને તેને રોકવાની વાત કરી હતી.
2/6
3/6
આર્મી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તરફથી આ ફાયરિંગ આતંકીઓને ઘૂસણખોરી કરાવવા માટે કરવામાં આવી રહી છે. પાકિસ્તાનનો પ્રયત્ન છે કે તેઓ ગોળીબાર કરીને ભારતીય સેનાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે જેથી આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરી શકે.
4/6
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોમવાર રાતથી જ પાકિસ્તાન દ્વારા ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને જે હજી સુધી ચાલી રહ્યું છે. 2003ની સમજૂતી પછી પહેલીવાર પાકિસ્તાને આ વિસ્તાર મોર્ટારથી હુમલો કર્યો છે. જોકે ભારતની સેના તરફથી પણ તેમને તે ભાષામાં જ જવાબ આપવામાં આવ્યો છે.
5/6
પાકિસ્તાન તરફથી આતંકીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવા માટે સતત ફાયરિંગ કરાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પાડોશી દેશ તરફથી મોર્ટાર પણ ફેંકવામાં આવી રહ્યાં છે અને ફાયરિંગ ચાલુ છે. ભારતીય જવાન પણ સતત પાકિસ્તાની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહ્યાં છે.
6/6
નવી દિલ્હીઃ પાકિસ્તાન તરફથી ઉત્તર કાશ્મીરના બાંદીપુરાના ગુરેજ સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા આતંકીઓને રોકતા ચાર ભારતીય જવાન શહીદ થઇ ગયા છે. અથડામણની આ ઘટનામાં ચાર આતંકીઓ પણ માર્યા ગયા છે.