દિલ્હી કોર્ટનો આ ચુકાદો દિલ્હી પોલીસ માટે મોટા આંચકાસમાન છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે JNU દેશદ્રોહ મામલે 14 જાન્યુઆરીના રોજ 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ફેબ્રુઆરી 2016માં JNUમાં એક કાર્યક્રમ દરમિયાન કથિત રીતે દેશવિરોધી નારાબાજી કરવાના આરોપમાં દિલ્હી પોલીસે જેએનયૂ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર, વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્યને મુખ્ય આરોપી બનાવ્યાં છે. આ મામલામાં ત્રણેયને જેલમાં પણ જવું પડ્યું હતું. જોકે બાદમાં તેમને જામીન મળી ગયા હતાં.
2/3
કોર્ટે દિલ્હી પોલીસને એમ પણ પૂછ્યું કે શા માટે તમે દિલ્હી સરકારની પરવાનગી વિના ચાર્જશીટ દાખલ કરવા માંગો છો? એ સાથે જ પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી પોલીસને આ મામલે 10 દિવસમાં દિલ્હી સરકારની પરવાનગી લેવાનું ફરમાન કર્યું છે. એ સાથે જ મામલાની સુનાવણી આગામી 6 ફેબ્રુઆરી સુધી ટાળી દેવામાં આવી છે.
3/3
નવી દિલ્હી: દેશદ્રોહ જેવા ગંભીર આરોપોનો સામનો કરી રહેલા કન્હૈયા કુમાર અને ત્રણ અન્ય સામે દિલ્હી સરકાર મંજૂરી વગર ચાર્જશીટ દાખલ કરવા પર દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી છે. દિલ્હી પોલીસે ફરીથી ચાર્જશીટ દાખલ કરવા માટે 6 ફેબ્રુઆરી પહેલા દિલ્હી સરકારની મંજૂરી લેવી પડશે, ત્યારબાદ કોર્ટ તેના પર સુનાવણી કરશે. કોર્ટે દિલ્હી પોલીસને પૂછ્યું કે આ મામલામાં ચાર્જશીટ દાખલ કર્યા પહેલાં કેજરીવાલ સરકારની મંજૂરી શા માટે ન લેવામાં આવી? કોર્ટે પૂછ્યું કે શું તમારી પાસે લીગલ ડિપાર્ટમેન્ટ નથી? કોર્ટે કહ્યું કે જ્યાં સુધી દિલ્હી સરકાર આ મામલામાં ચાર્જશીટ દાખલ કરવાની પરવાનગી ન આપે ત્યાં સુધી તે આ મામલે સંજ્ઞાન લેશે નહીં.