શોધખોળ કરો
BJP 2019ની લોકસભાની ચૂંટણી '48 વિરૂધ્ધ 48'ના સ્લોગન પર લડશે, શું છે તેનું રહસ્ય?
1/7

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ભાજપ હાઈ કમાન્ડે તમામ જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓને ‘લક્ષ્ય અંત્યોદય, પ્રણ અંત્યોદય, પથ અંત્યોદય’ના સૂત્ર પર અમલ કરવાની ભલામણ કરી છે અને છેવાડાના લોકો સુધી સરકારની જન કલ્યાણ યોજનાઓને પહોંચાડવા માટે કહ્યું છે. ભાજપના કાર્યકર્તાઓને સંગઠનના સૌથી નીચેના એકમ બૂથ સ્તર સુધી પહોંચવાનો સંદેશ આપ્યો છે.
2/7

કેન્દ્રમાં આ મહિને મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. એવામાં કેન્દ્ર સરકાર 48 મહિનામાં કરવામાં આવેલ કામકાજ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરશે. ભાજપના એક અન્ય પદાધિકારીએ જણાવ્યું કે. ચોથી વર્ષગાંઠ પર અમે ‘48 વર્ષની તુલનામાં 48 મહિના’ના કામકાજની વિગોત લોકો સમક્ષ રાખીશું. આ ક્રમમાં 26મેથી આગામી લોકસભા ચૂંટણી સુધી સરકાર અને પાર્ટી સ્તરે દેશવ્યાપી અનેક કાર્યક્રમ ચલાવવામાં આવશે.
Published at : 14 May 2018 11:03 AM (IST)
View More





















