શોધખોળ કરો
કર્ણાટકઃ યેદુરપ્પાએ આપ્યું મુખ્યમંત્રી પદેથી રાજીનામું, 55 કલાકમાં બીજેપીની સરકાર પડી ગઇ
1/4

યેદુરપ્પાએ કહ્યું કે, કર્ણાટકના ખેડૂતો આંસૂ વહાવી રહ્યા છે. લગભગ 3700 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી ખેડૂતોના હિત માટે કામ કરતો રહીશ. હું ખેડૂતોને બચાવવા માંગું છું. અમે ઘરે ઘરે જઇને ખેડૂતોની મદદ કરી. વધુમાં યેદુરપ્પાએ કહ્યું કે, છેલ્લી સરકારથી નારાજ લોકોએ તેમના વિરોધમાં મતદાન કર્યું હતું. ગરીબ ખેડૂતોને સારુ જીવન મળવું જોઇએ. તેઓ જનસેવા માટે જીવન સમર્પિત કરવા માંગે છે.
2/4

યેદુરપ્પાએ કહ્યુ કે, અમે 40 બેઠકો પરથી 104 બેઠકો પર પહોંચ્યા છીએ. કર્ણાટકની જનતાએ સિદ્ધારમૈયા વિરુદ્ધમાં મતદાન કર્યું. ચૂંટણી અગાઉ કોગ્રેસ અને જેડીએસ એકબીજાના વિરોધમાં મતદાન કર્યું. સિદ્ધારમૈયાએ કહ્યું કે, હું મારા પિતાની કસમ ખાઇને કહું છું કે કુમાર સ્વામીને મુખ્યમંત્રી નહીં બનવા દઉં.
Published at : 19 May 2018 04:09 PM (IST)
Tags :
Karnataka ElectionView More




















