જોકે કાયદાકીય અવદતમાં ફસાવવાના કારણે તેમને બીજી પત્ની રજતિઅમ્મલને મિત્રનો જ દરજ્જો આપ્યો હતો. જોકે 1968માં કનિમોઝીના જન્મ પછી રજતિમલને પોતાની પુત્રીની માતાનો દરજ્જો આપ્યો હતો.
2/5
તેમની પ્રેમ કથા બહુ જ રસપ્રદ હતી. પહેલી પત્ની પદ્માવતીનું 1944માં અવસાન પછી દયાલુઅમ્મલ સાથે તેમને લગ્ન કર્યા હતા. જે પછી 60ના દાયકામાં રજતિઅમ્મલ મહિલા સાથે પ્રેમ થયો હતો અને તેમના પર દિલ હારી ગયા હતા. તેમને પોતાની જ પાર્ટીની તરફથી ચલાવવામાં આવેલા ઝુંબેશમાં સ્વંય મર્યાદા કલ્યાણમ હેઠળ લગ્ન કર્યા હતા.
3/5
તમિલ ફિલ્મોની માફક કરૂણાનિધિની લવ સ્ટોરી પણ હંમેશા ચર્ચામાં રહી છે. જે બહુ જ ઘણી રસપ્રદ છે. સુત્રો પ્રમાણે, તેઓ સવારે એક પત્ની સાથે રહેતા અને રાત્રે બીજી પત્ની સાથે રહેતા હતા. તેમને માત્ર પોતાના વિશાળ પરિવાર અને રાજકારણ માટે જ સમય કાઢવાનો ન હતો પરંતુ બંને પત્નીઓને પણ પૂરતો સમય આપવાનો રહેતો હતો. કરુણાનિધિ પોતાના જીવનમાં તમામ સમયે આ મુશ્કેલીઓને લઈને ચાલતાં હતા.
4/5
એટલું જ નહીં તેમને એક સાથે બે મહિલાઓ સાથે સંબંધ હતો અને જેના કારણે વિરોધીઓ દ્વારા તેમની ઘણી ટીકા પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં તમિલનાડુના મુખ્ય વિરોધી સ્વ. જયલલિતા આ માટે તેનો ટોણો પણ મારતાં રહેતાં હતા.
5/5
મહાભારતમાં ભીષ્મ પિતામહએ ભલે લગ્ન ન કર્યા હોય પરંતુ તમિલનાડુ અને દક્ષિણ ભારતની રાજનીતિના પિતામહએ એક નહીં પરંતુ ત્રણ-ત્રણ લગ્ન કર્યા હતા. પહેલી પત્નીના અવસાન બાદ તેમને બીજી મહિલા સાથે પ્રેમ થયો હતો અને તેની સાથે લગ્ન કર્યા હતા.