હાલ તો વાયનાડ જિલ્લામાં 14 ઓગસ્ટ અને ઇડુક્કી જિલ્લામાં 13 ઓગસ્ટ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે. કેરળના ઉર્જા મંત્રી એમએમ મણીએ કહ્યું હતું કે, વરસાદની ગતી ધીમી થઇ ગઇ છે. જેના કારણે ઇડુક્કી ડેમમાં પાણીની સ્તર ઘટ્યું છે.
3/6
મુખ્યમંત્રી પી. વિજયને શનિવારે વિપક્ષના નેતા રમેશ ચેનનિથલાની સાથે ઉત્તરી કેરળમાં વાયનાડ, કલપેટ્ટા સહિત અન્ય અન્ય પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી. પહેલાં તેઓ ઇડુક્કી જઈ રહ્યાં હતા પરંતુ ખરાબ હવામાનને કારણે મુલાકાત રદ કરી દીધી હતી.
4/6
વરસાદમાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં અર્નાકુલમ, ત્રિશૂર અને વયાનડ જિલ્લો છે જેને 15 ઓગસ્ટ સુધી રેડ એલર્ટ જાહેર કરી દેવાયા છે.
5/6
સ્થિતિની ગંભીરતા જોતા આજે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ કેરાલામાં પુર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે અને સુરક્ષાના પુરતી સગવડો કરવા માટે સમીક્ષા બેઠક યોજશે.
6/6
નવી દિલ્હીઃ દક્ષિણ ભારતના રાજ્ય કેરાલામાં ભારે વરસાદનો કેર અને પુરી સ્થિતિ યથાવત છે, તબાહીના કારણે રાજ્યમાં અત્યાર સુધી લગભગ 37 લોકો મોતને ઘાટ ઉતરી ગયાના અહેવાલ મળી રહ્યાં છે, જ્યારે 55 હજાર લોકો બેઘર થઇ ગયા છે.