કોંગ્રેસના મુખ્યમંત્રીપદના પ્રબળ દાવેદાર અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથે મંગળવારે રાત્રે જ રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. તેમણે સરકાર રચવાના દાવા અંગે ચર્ચા માટે વહેલી તકે સમય ફાળવવા આનંદીબેન પટેલને વિનંતી કરી હતી.
3/5
ભોપાલઃ મધ્ય પ્રદેશ વિધાનસભાની 230 બેઠકોમાંથી કોંગ્રેસને 114 બેઠકો મળી છે જ્યારે ભાજપને 109 બેઠકો મળી છે. બહુજન સમાજ પાર્ટી (બસપા)ને 2 અને સમાજવાદી પાર્ટી (સપા)ને 1 બેઠક મળી છે. આ બંને પક્ષોએ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરતાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી થઈ ગઈ છે.
4/5
મંગળવારે મોડી રાત્રે રાજભવન દ્વારા કમલનાથે લખેલો આ પત્ર મળી ગયો હોવાની વાતને સમર્થન અપાયું હતું. આજે સવારે આનંદીબેન પટેલે કોંગ્રેસના નેતાઓને ચર્ચા માટે નિમંત્ર્યા છે. મધ્ય પ્રદેશમાં કમલનાથ મુખ્યમંત્રીપદના સૌથી પ્રબળ દાવેદાર છે પણ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ રેસમાં છે.
5/5
દરમિયાનમાં મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે કોંગ્રેસના નેતાને સરકાર રચવાની ચર્ચા કરવા માટે બુધવારે બપોરે 12 વાગ્યે નિમંત્રણ આપતાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકારની રચનાની શક્યતા વધી ગઈ છે. કોંગ્રેસે મધ્ય પ્રદેશમાં પોતાની જીતના દાવા સાથે સરકાર રચવાનો દાવો કર્યો છે.