મંદસૌરઃ મધ્યપ્રદેશના મંદસૌરમાં સાત વર્ષની બાળકી પર ગેંગરેપની ઘટનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. મંદસૌરમાં હજારો લોકો આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. બાળકી હાલમાં આઇસીયૂમાં છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા એક આરોપીનું નામ ઇરફાન છે જેને સ્પેશ્યલ કોર્ટે બે જૂલાઇ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલ્યો હતો. જ્યારે બીજા આરોપી આસિફની પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી.
2/8
3/8
4/8
5/8
6/8
ઘટના પર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, સરકાર આરોપીઓને ફાંસીની સજા અપાવવા માટે પૂરતો પ્રયાસ કરશે. ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ મંદસૌરના રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યા હતા. શહેરના બાર એસોસિયેશને નિર્ણય લીધો હતો કે આરોપીઓ તરફથી મંદસૌરનો એક પણ વકીલ કેસ લડશે નહીં.
7/8
નોંધનીય છે કે મંદસૌરમાં 26 જૂનના રોજ સ્કૂલ બહારથી બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં તેના પર ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા કરવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે આ મામલે 27 જૂને મોડી રાત્રે આરોપી ઇરફાનની ધરપકડ કરી હતી. આ ઘટનાના વિરોધમાં લોકોએ મંદસૌરમાં 28 જૂનના રોજ બંધની જાહેરાત કરી હતી.
8/8
ત્રીજા ધોરણમાં ભણતી બાળકીનું 26 જૂનના રોજ અપહરણ કરાયું હતુ. બાદમાં પોલીસને તે શહેરના બસ સ્ટેન્ડ નજીક લક્ષ્મણ દરવાજા પાસે ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. બાળકીને મંદસૌરમાં સારવાર બાદ ઇન્દોર રેફર કરાઇ હતી. મંદસૌરના સ્થાનિક મુસ્લિમ સમુદાયે ઘટનાની નિંદા કરતા યુવકને ફાંસીની સજાની માંગ કરી હતી.