ભાજપના એક દિગ્ગજ નેતાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, પર્રિકરે કાલે શાહ સાથે વાત કરી અને રાજ્યની રાજકીય સ્થિત વિશે અવગત કર્યા અને પોતાના સ્વાસ્થ વિશેની જાણકારી આપી હતી. નિર્ણય કરવામાં આવ્યો છે કે પર્રિકર મુખ્યમંત્રીના પદ પર રહેશે પરંતું બની શકે છે કે તેમના કેટલાક ખાતાઓ અન્ય કેબિનેટ સહયોગિઓને આપવામાં આવી શકે છે.
2/3
મનોહર પર્રિકરની ખરાબ તબીયતને કારણે ગોવામાં મુખ્યમંત્રી પદને લઈને અટકળો ચાલી રહી છે. ભાજપની અંદર મનોહર પર્રિકરની ખરાબ તબીયતના કારણે ચર્ચા છે કે રાજ્યમાં નેતૃત્વ બદલવામાં આવે. કાલે મનોહર પર્રિકરે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે વાત કરી હતી.
3/3
નવી દિલ્હી: ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને સારવાર માટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવી શકે છે. તેઓ ગુરૂવારથી ગોવામા કૈંડોલિમ હોસ્પિટલમાં દાખલ છે. પર્રિકર સાત સપ્ટેમ્બરે અમેરિકાથી સારવાર કરાવી પરત ફર્યા છે. તેઓ આ પહેલા પણ અમેરિકા જઈ સારવાર કરાવી ચુરક્યા છે અને 22 ઓગસ્ટે ગોવા પરત ફર્યા હતા, પરંતુ પરત ફર્યા બાદ થોડા કલાકો અંદર તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ફરી તેઓ અમેરિકા ગયા હતા.