એક યૂઝરે જીતેન્દ્ર પાસવાનને પ્રતિક્રિયા આપી છે કે, આ વ્યક્તિ ક્યારેક વિચિત્ર થઈ જાય છે, સેન્સ ઓફ હ્યૂમરના નામ પર સેન્સલેસ વાત કરે છે. જ્યારે સુવિક રાયે લખ્યું છે કે, તમે પાકિસ્તાન ચાલ્યા જાવ અને પાછા ક્યારે ન આવતા. તમારા જેવા લોકોની દેશને કોઈ જરૂર નથી જે શહીદો અને સૈનિકોનું સન્માન ન કરતા હોય. તમે સમાજ પર કલંક છે. જ્યારે શુભમ અગ્રવાલ લખે છે કે, પાકિસ્તાન પ્લીઝ મિસ્ટર કાત્જુને લઈ જાવ. લીઝ પર નહીં પરંતુ કાયમી માટે. તેના માટે ન તો અમે કોઈ રૂપિયા લેશું અને ન તો કોઈ શરત રાખીશું.
2/4
આ ફેસબુક પોસ્ટમાં જસ્ટિસ કાત્જુએ આગળ બિહાર અને બિહારના લોકોનું વધારે અપમાન કરતાં લખ્યું કે, પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી પણ આગરા વાર્તા દરમિયાન પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને આ ઓફર આપી હતી પરંતુ મૂર્ખ મુશર્રફે તેને નકારી દીધી હતી. હવે એક વખત ફરી આ ઓફર છે. કાત્જુએ 25 સપ્ટેમ્બરે સાંજે 6 કલાક અને 51 મિનિટે આ પોસ્ટ ફેસબુક પર પોસ્ટ કરી હતી. ત્યારે તેના પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. કાત્જુની ટીકા કરતાં અને શહીદોનું અપમાન ગણાવતા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
3/4
જસ્ટિસ કાત્જુ પોતાના વિવાદિત નિવેદન માટે હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે સોશિયલ મીડિયા પર અસંગત નિવેદન આપતા તેમણે 10 કરોડની વસતી ધરાવતા બિહારનું તો અપમાન કર્યું પણ સાથે સાથે શહીદોનું પણ અપમાન કર્યું છે. જસ્ટિસ કાત્જુએ ફેસબુક પર લખ્યું કે પાકિસ્તાનના લોકો આવે અને આપણે સાથે મળીને આ વિવાદનું સમાધાન કરીએ. પરંતુ એક જ શરત છે કે અમે તમને કાશ્મીર આપીશું, પરંતુ સાથે સાથે તમારે બિહાર પણ લઈ જવું પડશે. આ એક પેકેજ ડીલ છે. બન્ને લઈ જાવ અથવા કંઈ નહીં મળે. અમે માત્ર કાશ્મીર નહીં આપીએ. તેઓ આગળ પોસ્ટમાં લખે છે કે, શું તમને મંજૂર છે?
4/4
નવી દિલ્હીઃ પાકિસ્તાન વિરૂદ્ધ સમગ્ર દેશમાં ગુસ્સો છે. શહીદોના પરિજનો બદલાની વાત કરી રહ્યા છે. સરકાર પાકિસ્તાનને એકલા પાડવા માટેની રણનીતિ બનાવી રહી છે. પરંતુ દેશના પૂર્વ જજ અને પૂર્વ પ્રેસ કાઉન્સિ ઓફ ઇન્ડિયાના ચેરમેન જસ્ટિસ માર્કન્ડેય કાત્જુએ શહીદોના જખમ પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. જસ્ટિસ કાત્જુએ ફેસબુક પર પાકિસ્તાનને સંબોધિત કરતાં લખ્યું છે કે, કાશ્મીર લેવું હોય તો બિહાર પણ સાથે લેવું પડશે. એટલું જ નહીં કાત્જુએ પાકિસ્તાન કરતાં દેશને બિહારથી વધારે જોખમ હોવાનું પણ કહ્યું.