80 વર્ષના માતા ધર્માદેવીએ શહીદ પુત્રની નનામીને કાંધ આપને બહાદુર માતાની તસવીર સામે મુકી હતી.
3/6
ત્યારે બાદ તેના ગામ સુધી પાર્થિવ દેહ પહોંચતા જ લોકોમાં પાકિસ્તાન વિરૂદ્ધ ગુસ્સો જોવા મળ્યો હતો.
4/6
ગામ લોકોએ શહીદ મદન લાલ અમર રહોના નારા લગાવ્યા હતા.
5/6
શહિદ થયા બાદ ગુરુવારે શહીદ મદનલાલનો પાર્થિવ દેવ શ્રીનરથી પઠાનકોટ લાવવામાં આવ્યો.
6/6
દીનાનગરઃ કાશ્મીરમાં શહીદ થયેલ 20 ડોગરા રેજિમેન્ટના હવલદાર 40 વર્ષીય મદનલાલ શર્માના ગુરુવારે તેમના પૈતૃક ગામ ઘરોટામાં અંતિમ સંસ્કાર કરાયા હતા. તે પહેલાં તેમના માતા ધર્મોદેવીએ શહીદ દીકરાની નનામીને કાંધ આપી હતી. તેમણે કહ્યું હતું કે દેશની માતાના ખભામાં એટલી શક્તિ તો છે કે દેશ માટે કુરબાન દીકરાની જવાબદારીનો બોજ ઉપાડી શકે. મદનલાલ કાશ્મીરમાં નૌગામ સેક્ટરના નારીયા ક્ષેત્રમાં મંગળવારે આતંકીઓ સામે મુકાબલો કરતા શહીદ થયા હતા. તેમના અઢી વર્ષના પુત્રએ તેમને મુખાગ્નિ આપી હતી.