બીજી તરફ સુરેશ પ્રભુએ છોડેલું રેલ્વે મંત્રાલય પિયૂષ ગોયલને સોંપવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કેબિનેટના ચાર વરિષ્ઠ મંત્રીઓ રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી અને નિતિન ગડકરી પાસે સંરક્ષણ મંત્રી કોને બનાવવા તે અંગે અભિપ્રાય માગ્યો હતો.
2/4
મનોહર પારિકરે સંરક્ષણ મંત્રીપદેથી રાજીનામું આપ્યું પછી મોદીએ અરૂણ જેટલીને સંરક્ષણ મંત્રાલયનો ચાર્જ સોંપ્યો હતો અને એ ચાર્જ યથાવત રખાયો છે. મોદીએ રાજનાથસિંહનું ગૃહ મંત્રાલય, સુષ્મા સ્વરાજનું વિદેશ મંત્રાલય પણ યથાવત રાખીને ચાર મોટાં ખાતાંમાં કોઈ ફેરફાર કરાયો નથી.
3/4
નરેન્દ્ર મોદી દ્વારા બે મહત્વનાં ખાતાંની ફાળવણી કરી દેવાઈ છે. મોદી કેબિનેટના વિસ્તરણ પહેલાં સૌથી વધારે ચર્ચા દેશના સંરક્ષણ મંત્રી કોણ બનશે તેના પર ચાલી હતી. મોદીએ સંરક્ષણ મંત્રાલય અરૂણ જેટલી પાસે જ રાખવાનો નિર્ણય લીધો છે. જેટલી સંરક્ષણ મંત્રાલયની સાથે નાણાં મંત્રાલય પણ સંભાળશે.
4/4
નવી દિલ્લી: કેન્દ્રની મોદી સરકારના કેબિનેટનું રવિવારે સવારે વિસ્તરણ કરાયું હતું અને કુલ 13 પ્રધાનોએ શપથ લીધા હતા. આ પૈકી મોદી કેબિનેટના રાજ્ય કક્ષાના ચાર પ્રધાનોને પ્રમોશન આપીને કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવાયા હતા. અન્ય 9 પ્રધાનોએ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.