નોંધનીય છે કે, સરકારે વચગાળાના બજેટમાં જાહેરાત કરી હતી કે ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવશે.
2/5
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ષમાં 3 હપ્તામાં 2-2 હજાર રૂપિયા ખેડૂતોના ખાતમાં મોકલવામાં આવશે. યોજના 1લી ડિસેમ્બર 2018થી લાગુ થઇ ગઇ છે.
3/5
સરકારના પ્લાન પ્રમાણે, મોદી સરકાર એપ્રિલ મહિના સુધી ખેડૂતોના બેન્ક ખાતામાં બે હપ્તાના રૂપિયા મોકલવાની યોજના બનાવી રહી છે. આમાંથી એક હપ્તો એપ્રિલ મહિનામાં જ મોકલવાની ઇરાદો છે, જેથી આનો ફાયદો ચૂંટણીમાં પણ ઉઠાવી શકાય.
4/5
સરકારનો દાવો છે કે ચૂંટણી દરમિયાન ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવા આચાર સંહિતાના વિરુદ્ધ નહીં ગણાય.
5/5
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઇને મોદી સરકારે મોટો એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. વચગાળાના બજેટમાં કરવામાં આવેલી જાહેરાતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને અમલી બનાવવાનું કામ જોરશોરથી શરુ કરી દેવામાં આવ્યુ છે. આ માટે દિશાનિર્દેશ આપીને રાજ્યો પાસેથી જલ્દી આખી માહિતી માંગવામાં આવી છે.