ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર સીધું નિશાન તાકતા તેના પર ગુજરાત અને ગુજરાતીઓથી નફરત હોવાનો આક્ષેપ કર્યો હતો. જેનો થરુરે જવાબ આપ્યો હતો.
2/4
થરુરના દીકરા ઈશાને હાલમાં અમેરિકામાં ગુજરાતી પત્રકાર ભૂમિકા દવે સાથે લગ્ન કર્યા છે. ઈશાન વોશિંગ્ટન પોસ્ટ નામના અખબારમાં ફોરેન અફેર્સ પર લખે છે, અને ભૂમિકા પણ તેની સાથે આ જ અખબારમાં કામ કરે છે.
3/4
શશિ થરૂરે પીએમ મોદીને જણાવ્યું છે કે, ‘મારા દીકરાએ હાલમાં જ ગુજરાતી સાથે લગ્ન કર્યા છે. અમારી પાસે ગુજરાત અને ગુજરાતીઓ માટે પ્રેમ સિવાય કશુંય નથી.’
4/4
નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ગાંધીનગરમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગુજરાત અને ગુજરાતીઓને ધિક્કારે છે. પીએમ મોદીના આ આરોપનો કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે જવાબ આપ્યો હતો.