શોધખોળ કરો

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

રાજ્યમાં એક સાથે ચાર- ચાર સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ હળવાથી મધ્યમ વરસાદની આગાહી.... આજે પાંચ જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં સક્રિય સિસ્ટમથી એક સપ્તાહ વરસાદી માહોલ યથાવત રહેશે.
  • ચાર જિલ્લામાં ઓરેન્જ, ૨૧માં હળવા વરસાદનું એલર્ટ જાહેર.
  • રાજ્યમાં સરેરાશ ૭૦.૬૦% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાત અગ્રેસર.
  • ૩૫ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ, ત્રણમાં ૨ ઈંચથી ઓછો વરસાદ.

Gujarat Weather Forecast: રાજ્યમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની અસરને કારણે એક સપ્તાહ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે દિવસ દરમિયાન પાંચ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આ વચ્ચે જ હવામાન વિભાગે સવારે 10 વાગ્યા સુધી વરસાદને લઈ નાઉકાસ્ટ જાહેર  કર્યું છે. હવામાન વિભાગે જાહેર  કરેલા નાઉકાસ્ટ મુજબ સવારે 10 વાગ્યા સુધીમાં ચાર જિલ્લા અને બે સંઘપ્રદેશમાં મધ્યમ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર  કર્યું છે. તો 21 જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર  કરાયું છે. ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લામાં નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને બે સંઘ પ્રદેશ દમણ તથા દાદરાનગર હવેલીનો સમાવેશ કરાયો છે. જ્યાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન વ્યકત કરવામાં આવ્યુ  છે.  તો યલો એલર્ટ વાળા જિલ્લામાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે.  જ્યારે ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તો ભરૂચ, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ 70.60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે, પરંતુ અલગ-અલગ ઝોનમાં વરસાદનું પ્રમાણ અલગ-અલગ નોંધાયું છે. અત્યાર સુધીના આંકડા મુજબ દક્ષિણ ગુજરાત ઝોનમાં સીઝનનો સૌથી વધુ 97.36 ટકા વરસાદ પડી ચૂક્યો છે, જે લગભગ 100 ટકાની નજીક પહોંચી ગયો છે. તેની સરખામણીએ કચ્છ ઝોનમાં સરેરાશ માત્ર 29.05 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે, જેથી ત્યાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે.

બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ ચોમાસું જામ્યું છે અને ત્યાં અત્યાર સુધીમાં સીઝનનો 68.10 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં પણ અત્યાર સુધીમાં 54.76 ટકા વરસાદ થયો છે, જ્યારે ઉત્તર ગુજરાત ઝોનમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 51.65 ટકા વરસાદ નોંધાયો છે. આમ, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ ખૂબ જ સારી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અડધાથી વધુ સીઝનનો વરસાદ વરસી ચૂક્યો છે.

તાલુકાવાર વરસાદની વિગતો પર નજર કરીએ તો રાજ્યમાં ભારે વરસાદવાળા વિસ્તારોનું પ્રમાણ મોટું છે. રાજ્યના 35 તાલુકામાં અત્યાર સુધીમાં સીઝનનો 40 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે 80 તાલુકામાં 20થી 40 ઈંચ સુધીનો નોંધપાત્ર વરસાદ થયો છે. આ ઉપરાંત 121 તાલુકા એવા છે જ્યાં 10થી 20 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણીની સમસ્યા હળવી થઈ છે.

ઓછા વરસાદવાળા વિસ્તારોની વાત કરીએ તો રાજ્યના 22 તાલુકામાં સીઝનનો 5થી 10 ઈંચ અને 7 તાલુકામાં 2થી 5 ઈંચ સુધીનો વરસાદ થયો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે રાજ્યના ત્રણ તાલુકામાં હજુ પણ બે ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે આ વિસ્તારોમાં ખેડૂતો અને સ્થાનિક લોકો ચોમાસાના આગામી રાઉન્ડમાં સારા વરસાદની આશા રાખીને બેઠા છે.

Frequently Asked Questions

ગુજરાતમાં આગામી સપ્તાહ માટે હવામાનની શું આગાહી છે?

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરને કારણે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આજે 5 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

આજે કયા જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે?

નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને બે સંઘપ્રદેશ માટે મધ્યમ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. કચ્છ, બનાસકાંઠા સહિતના 21 જિલ્લામાં હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કેટલો વરસાદ નોંધાયો છે?

ચાલુ ચોમાસાની સીઝનમાં રાજ્યમાં સરેરાશ 70.60% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 97.36% અને કચ્છમાં સૌથી ઓછો 29.05% વરસાદ પડ્યો છે.

કયા ઝોનમાં સૌથી વધુ અને સૌથી ઓછો વરસાદ નોંધાયો છે?

દક્ષિણ ગુજરાતમાં 97.36% સાથે સૌથી વધુ વરસાદ થયો છે. કચ્છ ઝોનમાં સરેરાશ 29.05% વરસાદ નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી ઓછો છે.

રાજ્યના કેટલા તાલુકામાં 2 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે?

રાજ્યના ત્રણ તાલુકામાં હજુ 2 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આ વિસ્તારોના ખેડૂતો આગામી રાઉન્ડમાં સારા વરસાદની અપેક્ષા રાખી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Embed widget