શોધખોળ કરો
બે લાખ રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર થયો ‘લૂંટારો’ વાંદરો, પોલીસ પણ ન પકડી શકી

1/4

નાઈ કી મંડી વિસ્તારમાં રહેતા સોની વેપારી વિજય બંસલ તેમની દીકરી નૈંસી સાથે બે લાખ રૂપિયા જમા કરાવવા બેંકમાં ગયા હતા. રૂપિયા ભરેલો થેલો નૈંસીના હાથમાં હતો. બાપ-દીકરી બેંકની સીડિ ચડતા હતા ત્યારે વાંદરાના ટોળા પૈકીનો એક વાંદરો નૈંસીના હાથમાંથી થેલો છીનવીને ભાગવા લાગ્યા હતા. જે બાદ નૈંસી ગભરાઈ ગયા અને પિતા બૂમો પાડવા લાગ્યા.
2/4

સમગ્ર વિસ્તારમાં પોલીસ અને પીડિત વાંદરા અને બેગને શોધવા ફરતા રહ્યા પરંતુ કંઇ ખબર ન પડી. આખરે વેપારી થાકીને તેના ઘરે પરત ફર્યો. હવે સમગ્ર વિસ્તારમાં આ વાતની ચર્ચા થઈ રહી છે.
3/4

અવાજ સાંભળીએ બેંકનો ગાર્ડ પણ ત્યાં પહોંચ્યો. એટલીવારમાં વાંદરાનું ટોળું ચોથા માળ પર પહોંચી ગયું. વાંદરાને ખાવાના સામાનની લાલચ આપવા પર સો-સોની નોટના છ બંડલ કાઢીને ફેંકી દીધા હતા. પરંતુ બાકીના પૈસા લઈને અહીં તહી દોડતો રહ્યો. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી. પોલીસ અને પીડિત બંને સમગ્ર દિવસ દરમિયાન વાંદરા પાછળ ભાગતા રહ્યા.
4/4

આગ્રાઃ આગ્રામાં વાંદરાઓનો આતંક સતત વધી રહ્યો છે. એક સોની જ્યારે બેંકમાં બે લાખ રૂપિયા ભરવા જઈ રહ્યો હતો ત્યારે એક વાંદરો બેગ છીનવીને ફરાર થઈ ગયો. બાદમાં તેણે 60 હજાર રૂપિયા ફેંકી દીધા હતા પરંતુ 1.40 લાખ રૂપિયાની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.
Published at : 30 May 2018 12:39 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
